Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

5G આવ્યા બાદ કઇ રીતે બદલાશે જિંદગી?

ભારતમાં આવતા વર્ષે શરૂ થશે 5G સેવા

નવી દિલ્હી તા. ૨૨ :  આવતા વર્ષે એટલે કે ૨૦૧૯ સુધીમાં ઘણા દેશોમાં 5G સર્વિસ શરુ થઈ જશે. ભારત પણ મેક ઈન ઈન્ડિયા ડિજિટલ ઈંડિયાને વધુ આગળ વધારવા માટે 5G એટલે કે ફિફથ જનરેશન ટેકનોલોજી લાવવાની તૈયારીમાં લાગ્યું છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટની સેવા આવવાથી જીવન પૂર્ણતઃ બદલાઈ જશે.

5G ન માત્ર ઈન્ટરનેટ સ્પીડને વધારી દેશે પરંતુ ટેકનોલોજીની દુનિયામાં પણ એક ક્રાંતી લઈ આવશે. 5Gના દોરમાં લાખો ડિવાઈસીસ એકબીજાના સંપર્કમાં રહેશે. તમારુ ડિવાઈઝ ઘર પર ઉપસ્થિત ડિવાઈઝ એટલે કે ફ્રિઝથી લઈને તમારા સિકયોરિટી સિસ્ટમ સુધી કનેકટેડ રહેશે. ભારતમાં 5G નેટવર્ક ૨૦૨૨ સુધી આવશે.

સૌથી પહેલા તો એ જાણવું જરુરી છે કે 5G શું છે. 5Gને મોબાઈલ ઈન્ટરનેટને પાંચમી પેઢી કહી શકાય. કેટલાક વર્ષોના સમયગાળા બાદ મોબાઈલ ઈન્ડસ્ટ્રી એક ઉત્કૃષ્ઠ સ્પીડ માટે પોતાને અપગ્રેડ કરેશે. 5G એટલે કે બાઈ સ્પીડ ઈન્ટરનેટ. 5G નેટવર્ક ૧ સેકન્ડમાં ૨૦ ગીગાબાઈટ્સ સુધીની સ્પીડ પકડી શકશે. 3G અને 4Gના મુકાબલે આના દ્વારા ૨ ગણુ વધારે તેજીથી ડેટા ડાઉનલોડ અને ટ્રાંસફર કરી શકાશે. આમાં એક સાથે ઘણા ડિવાઈઝને ઈન્ટરનેટથી જોડી શકાશે.

5G દ્વારા સ્વચાલિત કારણ એકબીજા સાથે ઉત્કૃષ્ઠ સંવાદ કરી શકશે અને ટ્રાફિક તેમજ મેપ સાથે જોડાયેલો ડેટા લાઈવ શેર કરી શકશે. માની લો કે શહેરોમાં અલગ અલગ સેન્સર લાગેલા છે તો પછી ચાલતા જતા લોકો અને વાહનોની મૂવમેન્ટ પર નજર રાખી શકાય છે અને ઓટોમેટિકલી ટ્રાફિક લાઈટ્સનું સંચાલન કરીને જામ થવાની સ્થિતીને રોકી શકાશે.

5G સર્વિસથી લેસ સ્માર્ટ હોમ્સ સિકયોરિટી સિસ્ટમ, વિજળી અને પાણીના વપરાશને પણ મેનેજ કરી શકશે. એક સ્માર્ટ હોમ ઘરના તમામ કામ કરી શકશે અને વિજળીનો વ્યય પણ રોકશે. તો સાથે જ આ તમારી તબીયતનો પણ ખ્યાલ રાખશે. ઈમર્જન્સી હોવા પર આના દ્વારા ડોકટરને પણ બોલાવી શકાશે.(૨૧.૩૨)

(3:47 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનો દોર યથાવત :મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો લિટરે થશે ઘટાડો ;છેલ્લા આઠેક દિવસથી ઇંધણના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત ; વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટતાં ઇંધણના ભાવમાં કોઈ વધારો નહિ access_time 1:15 am IST

  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST

  • સુરત :નવરાત્રિમાં વેકેશન ન આપનારી ખાનગી શાળાઓ 21 દિવસનું દિવાળી વેકેશન રાખશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય:દિવાળી વેકેશનમાં કોઈ ફેરફાર નહીં access_time 2:50 pm IST