Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાહુલ પીએમપદનો ચહેરો નહી હોય:ઉમેદવારના નામની જાહેરાત નહી કરે કોંગ્રેસ;પી, ચિદમ્બરમ

બે દાયકામાં પ્રાદેશિક પક્ષો વોટબેંકમાં ગાબડાં પાડી મજબૂત બન્યા

નવી દિલ્હી ;પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યુ કે, આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી પીએમ પદનો ચહેરો નહી હોય.કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે  આગળ કરશે નહીં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસમાંથી કોઈપણ વ્યક્તિના નામની જાહેરાત કરવામાં આવશે નહી

   ચિદમ્બરેમે વધુમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય પાર્ટીઓની વોટ બેંકમાં પ્રાદેશિક પાર્ટીઓએ ગાબડા પાડ્યા છે. જેના કારણે પ્રાદેશિક પાર્ટીઓ મજબૂત બની છે. જેથી  કોંગ્રેસ દેશની  પ્રાદેશિક પાર્ટી સાથે મજબૂતાઈથી  ગઠબંધન કરશે.લોકસભાની ચૂંટણીમાં ભાજપને  સત્તામાંથી બહાર કરવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે.

 ચિદમ્બરમે વધુમાં  જણાવ્યુ હતુ કે, દેશમાં ભાજપના બદલે પ્રગતિશિલ અને સ્વતંત્ર સરકાર હોવી જોઈએ.દેશમાં ખેડૂત અને ગરીબોની સ્થિતમાં સુધારો કરવા માટે ભાજપને સત્તામાંથી દૂર કરવી જોઈએ.

(2:58 pm IST)