Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મંત્રીએ હોટલમાં આપી ૨૫,૦૦૦ રૂપિયાની ટીપ

કુકને મક્કા મોકલવાનો કર્યો વાયદો

બેંગ્લોર તા. ૨૨ : કર્ણાટકના મંત્રી જમીર અહમદ ખાને એક રેસ્ટોરન્ટમાં ૨૫, ૦૦૦ રૂપિયાની ટિપ આપી દીધી હતી. મેંગલોરના એક ફિશ રેસ્ટોરન્ટમાં પાર્ટનર હનીફ મોહમ્મદ આ સમયે વિશ્વાસ ન થયો કે મંત્રીએ આટલા બધા રુપિયા ટિપમાં આપી દીધા છે. રેસ્ટોરન્ટના ભોજનથી પ્રભાવિત થઈ મંત્રીએ હનીફને મક્કા મોકલવાની ઓફર પણ કરી હતી.

જમીર અહમદ ખાન ગુરુવારે એક ઓફિશિયલ મીટિંગ માટે ગયા હતા. લંચ માટે તે ત્યાં ફિશ માર્કેટ ગયા હતા. તેમની સાથે ઘણા લોકો હતા. રેસ્ટોરન્ટના બીજા પાર્ટનર અંસારે કહ્યું હતું કે પોમ્ફ્રેટ અને અંજલ સાથે માછલીઓની વેરાઇટી આપી હતી. મંત્રી ખાને કહ્યું હતું કે તેણે કયારેય આટલું સ્વાદિષ્ટ સીફૂડ ખાધું નથી. ખાને કુક હનીફને બોલાવ્યો હતો અને તેને પાસે બેસાડી પોતાની પ્લેટમાંથી જમાડ્યો હતો.

મંત્રી ખાને બધા કર્મચારીઓને ૨૦, ૦૦૦ રૂપિયા ટિપ આપ્યા હતા અને હનીફને ૫૦૦૦ રૂપિયા આપ્યા હતા. મંત્રીના પર્સનલ આસિસટન્ટ હનીફે બધી ડિટેલ્સ લીધી હતી. હનીફે કહ્યું હતું કે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદને સર્વ કરી ચૂકયો છે પણ કૂકિંગ માટે આવી પ્રશંસા કયારેય મળી નથી. ૧૮ વર્ષના પ્રોફેશનલ લાઇફમાં આ યાદગાર દિવસ હતો. મંત્રી ખાન આ પહેલા પણ પોતાના ઉદાર સ્વભાવ માટે ચર્ચામાં રહ્યા છે. તે બે સપ્તાહ પહેલા જોડુપલામાં થયેલા ભુસ્ખલનમાં બચાવકાર્યમાં મદદ કરનાર ચાર યુવાનોને ૧ લાખ રુપિયાનું ઇનામ આપ્યું હતું. આ જ દિવસે શહેરમાં એડ્સ પીડિત બાળકો માટે બનેલ સ્નેહદીપને૧૦ લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા.(૨૧.૧૦)

(11:40 am IST)