Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

૩૦૦ કિલો ડ્રગ્સ મામલે ગુજરાત ATSને મોટી સફળતા : જૈશ-એ-મોહમ્મદનો સપ્લાયર ઝડપાયો

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાત ATSની ટીમને બહુચર્ચીત ૩૦૦ કીલો ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે. ગુજરાત ATSની ટીમે કાશ્મીરથી મંજૂર અહમદ મિરની ધરપકડ કરી છે. જે આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદનો સાગરીત હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે કાશ્મીરના પડગામમાંથી તેને ઝડપી પાડ્યો છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમ કેટલાએ સમયથી જેની શોધ કરી રહી હતી તે ૩૦૦ કીલો ડ્રગ્સ કેસમાં નાસતા ફરતા આરોપી મંજૂર અહમદ મિરની ધરપકડ કરી છે. ગજરાત ATS ટીમને બાતમી મળી હતી કે, મંજૂર અહમદ મીર જમ્મુ-કાશ્મીરના પડગામમાં સંતાયો છે. ત્યારે ATSની ટીમ હરકતમાં આવી ગઈ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળી તેને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું. અને આખરે મોટી સફળતા હાથ લાગી ગઈ.

 આ મામલો કરોડોના ડ્રગ્સનો છે. મીર પર બીજો ઘણા આરોપ છે. તે ભારતમાંથી પાકિસ્તાન રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. તેને ડાયરેકટ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા સંબંધ છે. તે પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં રહેતો હતો.

થોડા સમય પહેલા સલાયા બંદરેથી ૩૦૦ કીલો ડ્રગ્સ પકડાયું હતું, જેનો મુખ્ય સુત્રધાર મંજૂર અહમદ મિર કેટલાંક સમયથી નાસતો ફરતો હતો. ગુજરાત ATSની ટીમ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, મંજૂર અહમદ મિર ઊંઝાથી ડ્રગ્સ લઈને પંજાબ પહોંચાડતો હતો.

(11:40 am IST)