Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

જવાનોના શૌર્યને યાદ કરીને મોદી ભાવનાશીલ બની ગયા

નેશનલ પોલીસ મેમોરિયલનું ઉદ્ઘાટન કરાયું : દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યંતિ ઉપર તેમના નામથી જવાનોને સન્માનિત કરવાની મોદી દ્વારા થયેલી જાહેરાત

નવી દિલ્હી, તા. ૨૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પોલીસ દિવસ ઉપર નેશનલ પોલીસ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ પેરામીલેટ્રીના શૌર્યને યાદ કરતા મોદી એક વખતે ભાવનાશીલ બની ગયા હતા. મોદીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સમાં તૈનાત કરવામાં આવેલા જવાનોના શૌર્યને યાદ કરતા જાહેરાત કરી હતી કે, હવેથી દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની જ્યંતિ પર તેમના નામથી જવાનોને સન્માનિત કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, જવાનોના સાહસને પણ યોગ્યરીતે યાદ કરવામાં આવી રહ્યા નથી. અગાઉન સરકારોએ ભારે બેદરકારી રાખી છે. ૩૧મી ઓક્ટોબરના દિવસે દર વર્ષે નેશનલ પોલીસ ડેનું આયોજન કરવામાં આવે છે. લડાખમાં ૧૯૫૯માં ચીનના સૈનિકોના હુમલામાં શહદ થયેલા પોલીસના ૧૦ જવાનોની શહાદતને યાદ કરવા આનું આયોજન કરવામાં આવે છે. મોદીએ આ પ્રસંગે નેશનલ પોલીસ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજનો દિવસ સેવા અને સર્વોચ્ચ બલિદાનનો દિવસ છે. પોલીસ સ્મૃતિ દિવસ એવા સાહસિક પોલીસ બ્યુરોની ગાથાને યાદ કરવાનો દિવસ છે. જવાનો લડાખમાં પહાડી વિસ્તારોમમાં સુરક્ષા બજાવી રહ્યા છે અને પોતાના જીવનને સમર્પિત કરી રહ્યા છે. આઝાદીથી લઇને હજુ સુધી કર્તવ્યના માર્ગ ઉપર ચાલી રહેલા જવાનોને તેઓ નમન કરે છે. મોદીએ સમગ્ર રાજ્યમાં તૈનાત પોલીસના જવાનો, પેરામિલેટ્રીના જવાનો, કાશ્મીર જેવી જગ્યા પર ત્રાસવાદ સામે લડી રહેલા જવાનો અને હોનારતની ઘડીમાં એનડીઆરએફના માધ્યમથી શૌર્ય દર્શાવનાર જવાનોને યાદ કર્યા હતા. આ ગાળા દરમિયાન બોલતા મોદી ભાવનાશીલ બન્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, લોકોન તેમના સાહસ અંગે માહિતી મળતી નથી. આ સ્મારક સેવા શૌર્યના પ્રતિક તરીકે છે પરંતુ સાથે સાથે સરકારની કટિબદ્ધતાને પણ દર્શાવે છે. જેનો આધાર રાષ્ટ્ર નિર્માણ અને તેની સાથે જોડાયેલી બાબતોને યાદ કર્યા હતા. વડાપ્રધાને પોતાના સંબોધનમાં અગાઉની સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, આ મેમોરિયલને અસ્તિત્વમાં આવવામાં ૭૦ વર્ષ લાગી ગયા છે. પોલીસ સ્મૃતિ દિવસ મનાવતા ૬૦ વર્ષ થઇ ગયા છે છતાં લાંબો ઇંતજાર થયો છે. મેમોરિયલની વિચારધારા અગાઉ કોઇનામાં આવી ન હતી. અગાઉની સરકારોએ આને મંજુર આપી હતી પરંતુ કામગીરી ઉદાસીનતામાં હતી. વાજપેયી સરકારે આના પર કામ કર્યું હતું. ૨૦૦૨માં તત્કાલિન ગૃહમંત્રી અડવાણીએ મેમોરિયલનું શિલાન્યાસ કર્યું હતું. આજે અડવણી અહીં હાજર છે અને પોતાના કામને પૂર્ણ થતાં જોઇ રહ્યા છે.

(9:37 pm IST)