Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

તેલની કિંમતોમાં સતત ચોથા દિવસે ઘટાડો થતાં વધુ રાહત

ચાર દિવસમાં પેટ્રોલમાં એક રૂપિયાનો ઘટાડો :ડીઝલમાં ૫૦ પૈસાનો ઘટાડો : છેલ્લા ૧૫ દિનના ગાળામાં ક્રૂડની કિંમતમાં છ ડોલર પ્રતિ બેરલ સુધીનો ઘટાડો થયો

નવી દિલ્હી,તા. ૨૧ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત નજીવા ઘટાડાના કારણે સામાન્ય લોકોને આંશિક રાહત થઇ રહી છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૫ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે  જ છેલ્લા ચાર દિવસના ગાળામાં પેટ્રોલની કિમતમાં ૧.૦૯ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૫૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટીને ક્રમશ ૮૧.૭૪ અને ૭૫.૧૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. મુંબઇમાં પણ પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.આજના ઘટાડાની સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત હવે ૮૭.૨૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. પેટ્રોલની કિંમતમાં મુંબઇમાં ૨૫ પૈસાનો ઘટાડો કરવામં આવ્યો છે. તેલ કિંમતોમાં અવિરત કરવામાં આવી રહેલા વધારા વચ્ચે આજે સામાન્ય લોકોને મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ હતી. કારણ કે સતત ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે ચાર દિવસથી ઘટાડો કરવામાં આવ્યો છે.   બુધવારના દિવસે કિંમતો યથાવત રાખવામાં આવ્યા સતત ચાર દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. જેના પરિણામસ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી વધી શકે છે. દેશમાં જુદી જુદી ચીજોના ભાવમાં વધારો થઇ રહ્યો છે. મોંઘવારીના કારણે લોકો ચોક્કસપણે પરેશાન દેખાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં મોદી સરકાર પાંચ વર્ષ પણ સત્તામાં પૂર્ણ કરી રહી છે. જેથી તેમની સામે શાસન વિરોધી લહેર ઉભી ન થાય તે બાબતની કાળજી મોદી સરકારને ચોક્કસપણે કરવી પડશે. જુદા જુદા સમુદાયના લોકો પણ હાલમાં  નારાજ દેખાઇ રહ્યા છે.  આ બાબતની સરકારે ગંભીર નોંધ લીધી પણ છે. આંશિક રીતે સ્થિતી હળવી થતાની સાથે જ કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે.  વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પાંચમી ઓક્ટોબરને સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ ઘટાડો કરવામાં આવે તેમ લોકો ઇચ્છે છે.  છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ ક્રૂડની કિંમતમાં છ ડોલર પ્રતિબેરલનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ત્રીજી ઓક્ટોબરે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૮૬ ડોલર પ્રતિ બેરલે પહોંચી હતી.

પેટ્રોલ-ડિઝલના ભાવ

ભાવમાં ફરી એકવાર ઘટાડો

નવી દિલ્હી, તા.૨૧ : તેલ કિંમતોમાં આજે ચોથા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો.  ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ  મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ નીચે મુજબ રહ્યા છે

પેટ્રોલના ભાવ

મેટ્રો............................................. ભાવ (લીટરમાં)

દિલ્હી....................................................... ૮૧.૭૪

મુંબઈ....................................................... ૮૭.૨૧

ચેન્નાઈ...................................................... ૮૪.૯૬

કોલકાતા.................................................. ૮૩.૫૮

ડિઝલના ભાવ

દિલ્હી....................................................... ૭૫.૧૯

મુંબઈ....................................................... ૭૮.૮૨

ચેન્નાઈ...................................................... ૭૯.૫૧

કોલકાતા.................................................. ૭૭.૦૪

(12:00 am IST)
  • અમદાવાદ : દિવાળી પર એસટી વિભાગનો મહત્વનો નિર્ણય :GPSના માધ્યમે વોટ્સએપથી અધિકારીઓને ફરજિયાત હાજરી પુરાવાની રહેશે:જરૂર જણાય તો જ અધિકારીઓને રજા અપાશે :તહેવારોમાં મુસાફરોના ધસારાને જોતા નિર્ણય લેવાયો access_time 4:39 pm IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • વડોદરામાં 297 કરોડનું બીટકોઈન કૌભાંડ ખુલ્યું : 9 ઉદ્યોગપતિના બીટકોઈનમાં સલવાયા .297 કરોડ:વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર્સ-એજન્ટ સામે FIR: વડોદરા ક્રાઈમબ્રાન્ચમાં નોંધવામાં આવી ફરિયાદ:અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ સામે FIR :એજન્ટ હેમંત ભોંપે સામે પણ ફરિયાદ access_time 3:02 pm IST