Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

૧૨ વર્ષમાં જ ૩૯ લાખ લોકોના મોત ટાળી શકાયા હોત : રિપોર્ટ

અમૃતસર હોનારતમાં પણ લાપરવાહી મુખ્યરીતે જવાબદાર રહી :રાવણદહન અને મેળાના આયોજકો દ્વારા પણ રેલવે ટ્રેકથી દૂર રહેવા માટેની વ્યવસ્થા કરાઈ હોત તો ખુવારી ટળી હોત : બોધપાઠ હજુ પણ લેવાતા નથી

અમૃતસર, તા. ૨૧ : પંજાબના અમૃતસરમાં ભીષણ ટ્રેન દુર્ઘટના થયા બાદ દેશભરમાં આની ભારે ચર્ચા જોવા મળી રહી છે. સરકારના આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૧૨ વર્ષના ગાળામાં જ ૩૯ લાખ લોકોના મોતને ટાળી શકાયો હોત. જુદી જુદી પ્રકારની લાપરવાહી અને લોકોની બેદરકારીના લીધે પણ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ૧૨ વર્ષમાં ૩૯ લાખ લોકોના મોતને ટાળી શકાયા હોત. આ પ્રકારના અકસ્માત કોઇ પ્રથમ વખત થઇ રહ્યા નથી. દર વર્ષે કોઇને કોઇ જગ્યાએ આ પ્રકારની દુર્ઘટનાઓ થઇ રહી છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, અમૃતસર દુર્ઘટનામાં પણ મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવી  શકાયા હોત. માત્ર કાર્યક્રમના આયોજકોએ પણ લોકોને રેલવે ટ્રેકથી દૂર રહેવા અને બેરિકેટની વ્યવસ્થા કરીને સ્વૈચ્છિક સુરક્ષા કર્મીઓને તૈનાત કર્યા હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત. બીજી બાજુ નજીકમાં મોટા પ્રમાણમાં આવાજ આવી રહ્યા હતા. જો સિગ્નલ પણ યોગ્યરીતે મળ્યા હોત તો ટ્રેનની ગતિ ધીમી કરાઈ શકાઈ હોત અથવા તો ટ્રેનને રોકી શકાય હોત. જો પુતળાનું દહન પણ થોડીક મિનિટ પછી થયું હોત તો પણ મોટી ખુવારી ટળી ગઈ હોત. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા બિનકુદરતી અકસ્માતો તરીકે આને ઓળખી કાઢીને જણાવ્યું છે કે, આવી મોટી સંખ્યામાં દુર્ઘટના થાય છે. આવા અકસ્માતોમાં ૨૦૦૪ અને ૨૦૧૫ વચ્ચેના ગાળામાં ૩૯ લાખ લોકોના મોત થઇ ચુક્યા છે.

રેલવે ટ્રેક અને ક્રોસિંગ ઉપર અકસ્માતોમાં ૨૬૦૦૦થી વધુ લોકોના મોત આ ગાળા દરમિયાન થઇ ચુક્યા છે. આનો મતલબ એ થયો કે છ લોકોના મોત દરરોજ થઇ રહ્યા છે. ૨૦૧૫માં સૌથી નવેસરના આંકડા ઉપલબ્ધ થયા છે જેમાં માર્ગ અકસ્માતોમાં ૧.૫ લાખ લોકોના મોત થયા છે. ૨૦૦૪માં રોડ અકસ્માતોમાં મૃત્યુના આંકડા કરતા આ આંકડો ૬૪ ટકા વધારેનો છે. બેદરકારીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કેટલાક અકસ્માતોમાં જાણવા મળ્યું છે કે, ક્રોસિંગ બંધ થઇ ગયા બાદ પણ બાઇક અને સાયકલ સવાર અને ચાલતા જતા લોકો ખુબ જ જોખમ લઇને ક્રોસિંગની નીચેથી નિકળીને બહાર જવાના પ્રયાસ કરે છે. ઘણી વખત માનવરહિતના ક્રોસિંગ ઉપર ટ્રેન નજીક હોવા છતાં જુદા જુદા વાહનો દ્વારા જોખમ લઇને નિકળવાના પ્રયાસ કરવામાં આવે છે જેના લીધે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ પ્રકારના અકસ્માતો અને મોતને ટાળી શકાય છે.

(12:00 am IST)