Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

#MeToo ઈફેક્ટ : અનુ મલિકની ઇન્ડિયન આઇડોલ 10 શોના જજ પદેથી હકાલપટ્ટી

મુંબઈ :#MeToo અંતર્ગત જાતીય સતામણીના આરોપ કરાયા બાદ સંગીતકાર અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડલ' સીઝન 10 રિયાલિટી ટીવી શોનાં જજ તરીકે પડતા મૂકી દેવામાં આવ્યા છે.  

  સોની ટીવીએ એક નિવેદન મારફત જણાવ્યું છે કે અનુ મલિક હવે ‘ઈન્ડિયન આઈડલ'ની જ્યૂરી પેનલ પર રહ્યા નથી. શો નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે. અનુ મલિકના સ્થાને હવે નવા જજ લાવવામાં આવશે.

(12:00 am IST)