Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ભારતમાં મહિલાઓના ઓફીસમાં યૌન શોષણના આંકડા ચિંતાજનકઃ ગુજરાતમાં ગત વર્ષે ૧૦.૪૦ લાખ ફરિયાદો

એન્‍ટી સેકસુઅલ હેરેસમેન્‍ટ એડવાઇઝરી કમ્‍પ્‍લાઇકારો ડોટ કોમના રિપોર્ટમાં ખુલાસો :ર૦ર૧ ની તુલનામાં ર૦રર માં ઉત્‍પીડનના કેસોમાં ર૭ ટકાનો વધારોઃ સૌથી વધુ આઇટી ક્ષેત્રમાં મહિલાઓ ભોગ બને છેઃ પ૧ ટકા મહિલાઓ ફરીયાદ નોંધાવતી નથી

જયપુર તા. રર : દેશમાં વર્કીગ વુમનોને ઘરથી ઓફીસ પહોંચવું તો સરળ છે પણ ઓફીસમાં પોતાને સુરક્ષીત રાખવું મુશ્‍કેલ થઇ રહ્યું છે. ઓફીસમાં સીનીયરો અને સહકર્મીઓના સારા-ખરાબ ઇરાદાને સમજી કામ કરવું અને સુરક્ષીત રહેવું કોઇ પરીક્ષાથી કમ નથી. તેમ છતાં પ૦ ટકાથી વધુ મહિલાઓ યૌન શોષણનો ભોગ બનતા પોતાને અટકાવી નથી શકતી.

કમ્‍પ્‍લાઇકારો ડોટ કોમના ર૦ર૩ ના રિપોર્ટ મુજબ બોમ્‍બે સ્‍ટોક એકસચેંજમાં નોંધાયેલ પ૦૦ કંપનીઓમાંથી ૩૭૦ કંપનીઓના આંકડાઓ ઉપરથી ખબર પડે છે કે, આ કંપનીઓમાં ગત વષે કરતા આ વર્ષે સરેરાશ ૩૧ ટકા યૌન શોષણના મામલાઓમાં વૃધ્‍ધી નોંધાઇ છે.

ઉપરાંત ર૦ર૧ ની તુલનામાં ર૦રર માં કાર્ય સ્‍થળે યૌન શોષણની ર૭ ટકા ફરીયાદો વધી હતી. જેમાં દેશની ૧૦૦ ટોપ લીસ્‍ટેડ કંપનીઓનો સમાવેશ કરાયો હતો. તેમની પાસે માર્કેટનો ૬પ ટકાથી વધુનો ભાગ છે. આઇ. ટી., બેંકીંગ, ફાયનાન્‍સ,  ઇન્‍સ્‍યોરન્‍સ સાથે જોડાયેલ કંપનીઓમાં આવી ઘટનાઓ વધુ નોંધાઇ હોવાનું માલુમ પડયું હતું.

અધ્‍યયનમાં મોટા ભાગની મહિલાઓએ સ્‍વીકાર કરેલ કે કાર્ય સ્‍થળે ઓછામાં ઓછુ એક વાર પ્રત્‍યક્ષ કે પરોક્ષરૂપે યૌન શોષણનો સામનો કરવો પડેલ. જેમાંથી પ૧ ટકાએ લોક લાજના કારણે ફરીયાદ નોંધાવાનું ટાળ્‍યું હતું.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રિપોર્ટ મુજબ દેશભરમાં ગત વર્ષ સુધીમાં ઓફીસમાં યૌન શોષણની ૧૭ લાખ ફરીયાદો મળી ચુકી છે. જેમાં રાજયોમાં સૌથી વધુ દિલ્‍હીમાં ૧૧.ર લાખ, પંજાબમાં ૧૦.પ લાખ, ગુજરાતમાં ૧૦.૪ લાખ છે. જયારે શહેરોમાં દિલ્‍હી, મુંબઇ, બેંગલુરૂ, હૈદ્રાબાદ અને પુના મોખરે છે.  વિશ્વના ૧૪૧ દેશોમાં ઓફીસમાં યૌન શોષણ વિરોધનો કાયદો છે. વૈશ્વિક સ્‍તરે ઉત્‍પીડનમાંથી પસાર થનાર મહિલાઓની સંખ્‍યા ૩૮ ટકા છે. જેમાંથી પ૮ ટકા એવી મહિલાઓ છે જેણે કયારેય ફરીયાદ નથી કરી.

(5:06 pm IST)