Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

કચ્છ - રાજકોટના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા અને કોન્ટ્રાકટર બિલ્ડર સંજય શાહની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ: ભુજ કોર્ટમાં રજુ કરાશે

વડોદરા, રાજકોટ, ભુજના બસ પોર્ટના બાંધકામ સાથે સંકળાયેલા કોન્ટ્રાકટર બિલ્ડર સંજય શાહને શરતભંગ છતાંયે ભુજમાં ૧૯ કરોડ રૂ.ની જમીન મંજૂર કરવા મામલે મામલતદારની ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) ભુજના મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ જમીન કૌભાંડ મુદ્દે ફરિયાદ નોંધાવ્યા બાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની ગાંધીનગરથી અને કોન્ટ્રાકટર, બિલ્ડર સંજય છોટાલાલ શાહની વડોદરાથી ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમ બોર્ડર રેન્જ દ્વારા તેમને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુનામાં તત્કાલીન નાયબ કલેકટર નો પણ આરોપી તરીકે ઉલ્લેખ છે. જોકે, તે નાયબ કલેક્ટરના નામ અંગે ફરિયાદમાં કોઈ ફોડ પડાયો નથી. કોન્ટ્રાકટર સંજય શાહ રાજ્યમાં આઇકોનિક બસ પોર્ટ બનાવવા બદલ જાણીતા છે. વડોદરા, રાજકોટ અને ભુજના નવા બસ સ્ટેશન તેમની કંપની દ્વારા બનાવાયા છે. મૂળ ભુજના સંજય શાહ બિલ્ડર તરીકે પણ કાર્યરત છે. શરત ભંગને અવગણી ઓછી આકારણી કરી ૧૯ કરોડ રૂ.ની જમીન મંજૂર કરી દીધી હોવાની ફરિયાદ કરાઈ છે.

(5:03 pm IST)