Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

વિશ્‍વકપમાં ૧પ લાખ ભારતીયો સાથે ૩૮ હજાર કરોડનું કૌભાંડ થતું ઝડપી લેતી આગ્રા પોલીસ

ઓનલાઇન ગેમીંગ-ગેરકાનૂની બેટીંગ મારફત લાખો બેન્‍ક ખાતામાં કરોડો રૂપિયા ચીન સહિતના દેશોમાં ટ્રાન્‍સફર થનાર હતા : પોલીસે ૯ એપ્‍લીકેશન તથા ર૭વેબસાઇટ બ્‍લોક કરી દીધીઃ હાલદેશવ્‍યાપી તપાસનો ધમધમાટ

આગ્રા તા. રરઃ આગ્રા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન સટ્ટાના નામ ઉપર ઠગાઇ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે, આ ગેંગ આગામી રમાનાર વિશ્‍વકપ ક્રિકેટમાં ૧પ લાખ ભારતીયો સાથે ઠગાઇ કરી ૩૮ હજાર કરોડનું કૌભાંડ કરનાર હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

જો કે આગ્રા પોલીસના સાયબર સેલે આવી ૯ જેટલી એપ્‍લી કેશન અને ર૭ વિદેશી વેબસાઇટને બ્‍લોક કરી દીધી છે.

આગામી પ ઓકટોબરથી ક્રિકેટ વર્લ્‍ડકપ શરૂ થનાર છે. આ કપ શરૂ થાય તે પહેલા જ કૌભાંડીઓએ પોતાની જાળ બીછાવી ઓનલાઇન ગેમીંગ, બેટી઼ગ વેબસાઇટ અને એપ્‍લીકેશન લોન્‍ચ કરી દીધી હતી, જો કે આ તમામ ઠગો સક્રિય બને હજારો-લાખો લોકો ભોગ બને તે પહેલા આગ્રા પોલીસે આ ઠગોના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું છે, અને લાખો લોકોને બચાવી લીધા છે.

આ સાયબર કૌભાંડમાં લાઇવ ગેમ, થર્ડ પાર્ટી એપ્‍લીકેશન-વેબ પોર્ટલ ડાઉન લોડ કરી વિદેશી-સર્વરથી ઠગાઇ કરતા હતા, ચીન-વીયેતનામથી લાઇવ રીસ્‍ટ્રીમીંગ થતી હતી, અને રીસ્‍ટીમીંગ કરી ગેરકાનૂની બેટીંગ કરાવાતું હતું.

પોલીસના જણાવ્‍યા મુજબ ગેરકાનૂની રીતે બેટીંગ-ગેમીંગ કરાવી-સેંકડો ભાડાના બેંક કે વચ્‍યુઅલ ખાતાઓ દ્વારા કરોડોની રકમ-ક્રિપ્‍ટો કરંગીના રૂપમાં પરિવર્તિત કરાવી ટ્રાન્‍સફર કરાવાતી હતી, આ તમામ કૌભાંડ વિદેશી સર્વર ઉપર થતું હતું, જેમાં હજારો ખાતાઓના માલીકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ થતી હતી.

પોલીસ કમિશ્‍નરશ્રીએ જણાવ્‍યું હતું કે, ૩૮ હજાર કરોડ રૂપિયા ચીન અને અન્‍ય દેશમાં જતા રોકી લેવાયા છે, તાજેતરમાં કેટલાક મહિના પહેલા શાહગંજ પોલીસ સ્‍ટેશનમાં એક ખાનગી કંપનીએ સાયબર ક્રાઇમ સાથે જોડાયેલ એક ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આમાં તપાસ કરી તો આખું કૌભાંડ બહાર આવ્‍યું હતું.

(4:39 pm IST)