Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

મધ્‍યપ્રદેશ-બિહાર-ઝારખંડ-બંગાળ-સિક્કીમ-છત્તીસગઢ સહિતના રાજયોમાં આજે ભારે વરસાદની શકયતા

નવી દિલ્‍હી,તા. ૨૨ : ભારતીય હવામાન વિભાગ અનુસાર, આજે બિહાર, ઝારખંડ, પヘમિ બંગાળ અને સિક્કીમ તથા પૂર્વોતર ભારતમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.

હવામાન વિભાગ અનુસાર, મધ્‍યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદ પડવાની આજે અને આવતીકાલે શકયતા છે. જ્‍યારે દિલ્‍હી આજે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે. આવતીકાલે પણ હવામાન આવું જ રહેવાની શકયતા છે.

હવામાન વિભાગ અનુસાર, આજથી ૨૫ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન ઉપહિમાલયી પヘમિ બંગાળ, સિક્કીમ, બિહાર, ઝારખંડ, ઓરિસ્‍સા, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. એ દરમ્‍યાન આંધી અને વીજળી પડવાની શકયતા છે.હવામાન વિભાગે જણાવ્‍યા મુજબ, પુર્વોતર ભારતમાં ૨૨ થી ૨૪ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણીપુર અને નાગાલેન્‍ડમાં હળવાથી માંડીને ભારે વરસાદની શકયતા છે.

આજે કેરળ, તમિલનાડુ, તરીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ભારે વરસાદની શકયતાઓ વ્‍યકત કરાઇ છે. એ સાથે જ આજે પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્‍ય મહારાષ્‍ટ્ર અને મરાઠવાડામાં પણ હળવાથી મધ્‍યમ વરસાદની શકયતાઓ છે.

(4:25 pm IST)