Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનશે

RBIના ડેપ્‍યુટી ગવર્નરે દર્શાવ્‍યુ અનુમાન

નવી દિલ્‍હી, તા.૨૨: વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા(RBI)ના ડેપ્‍યુટી ગવર્નર માઈકલ ડી પાત્રાએ કહ્યું છે કે ભારત વર્ષ ૨૦૨૭ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્‍યવસ્‍થા બની શકે છે.

તેના ભૌગોલિક ફાયદા અને નાણાકીય ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસને કારણે આગામી ૩ વર્ષમાં ભારતની જીડીપી(GDP) ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્‍યવસ્‍થા બની શકે છે. એક કાર્યક્રમમાં બોલતા રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાના ડેપ્‍યુટી ગવર્નર પાત્રાએ કહ્યું કે આગામી બે દાયકામાં વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાના ગુરુત્‍વાકર્ષણનું કેન્‍દ્ર એશિયા તરફ વળવા જઈ રહ્યું છે.

ઇન્‍ટરનેશનલ મોનેટરી ફંડના પ્રાદેશિક આર્થિક આઉટલુક જણાવે છે કે એશિયા અને એશિયા પેસિફિક ક્ષેત્ર ૨૦૨૩ માં વૈશ્વિક વળદ્ધિમાં બે તળતીયાંશ હિસ્‍સો ધરાવશે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં વિશ્વ ઉત્‍પાદન વળદ્ધિમાં ભારતનો હિસ્‍સો એક છઠ્ઠા ભાગ જેટલો થવાનો છે.

જો આપણે બજાર વિનિમય દરના સંદર્ભમાં વાત કરીએ તો પાત્રાએ કહ્યું કે ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા છે અને ખરીદ શક્‍તિ સમાનતાના સંદર્ભમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની ગઈ છે.

પાત્રાએ કહ્યું છે કે અમારા અનુમાન મુજબ, ભારત વર્ષ ૨૦૨૭ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્‍યવસ્‍થા બની શકે છે અને બજાર વિનિમય દરની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની શકે છે. પાત્રાએ જણાવ્‍યું હતું કે ૧.૪ અબજની વસ્‍તી અને ૨૮ વર્ષની સરેરાશ વય સાથે ભારતનો જીડીપી આગામી ૧૦-૧૨ વર્ષ સુધી ઝડપી ગતિએ વધવાની અપેક્ષા છે.

પાત્રાએ કહ્યું કે ભારતમાં લોકોની બચતની આદતને કારણે અહીં નાણાકીય ક્ષેત્રની સ્‍થિતિ ખૂબ જ મજબૂત છે અને ભારતના વિકાસની આશાઓ પર ઊભા રહેવા માટે સંસાધનો પૂરા પાડવા માટે આ એક ઉત્તમ પગલું સાબિત થઈ શકે છે.

 

 

(4:16 pm IST)