Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અક્ષરાસિંહે ગણેશ મહોત્‍સવમાં અશ્‍લીલ ગીત ગાતા ખુરશીઓ ઉડીઃ સ્‍ટેજ છોડી દેવું પડયું

જાૈનપુર તા.રર : દેશભરમાં ગણપતિ મહોત્‍સવની આસ્‍થા સભર ઉજવણી  થઇ રહી છે. ત્‍યારે યુપીના જાૈનપુર ખાતે મહોત્‍સવના આયોજન દરમિયાન અશ્‍લિલતાવાળા ગીત ઉપર ખુરશીઓ ઉડવાની ઘટના બની હતી.

આ ગણેશ ઉત્‍સવનું આયોજન સસપેન્‍ડેડ આઇએએસ અભિષેકસિંહ દ્વારા કરવામાં આવ્‍યુ હતુ. તેઓ બાંદાના કલેકટર દુર્ગાશકિત નાગપાસના પતિ પણ છે. કાર્યક્રમ દરમિયાન ભોજપુરી અભિનેત્રી અક્ષરાસિંહે જાન મારે લહંગા ગીત શરૂ કરતા ઉપસ્‍થિત ભાવિકો નારાજ થયા હતા અને ખુરશીઓ ઉલાળવાની શરૂ કરી દીધી હતી. વ્‍યવસ્‍થામાં તૈનાત ૩૦૦ જેટલા બાઉન્‍સરો પણ સ્‍થિતિ સંભાળી ન શકતા  અક્ષરાસિંહ કાર્યક્રમ અધુરો  છોડી ચાલ્‍યુ જવુ પડયુ હતુ.

(4:25 pm IST)