Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરીના મોતના કેસમાં કોર્ટે આરોપી શિષ્ય આનંદ ગીરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

આનંદ ગિરી, આધ્યા તિવારી અને સંદીપ તિવારીને સીજેએમ કોર્ટમાં રજૂ કરી ત્યાંથી રિમાન્ડ મંજૂર થયા બાદ બંનેને કડક સુરક્ષા વચ્ચે નૈની જેલમાં લઈ જવાયા

નવી દિલ્હી : અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરીના મોતના કેસમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આરોપી શિષ્ય આનંદ ગિરીની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ લાઇનમાં અધિકારીઓએ કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી.

આનંદ ગિરી, આધ્યા તિવારી અને સંદીપ તિવારીને બુધવારે બપોરે 12 વાગ્યે સીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાંથી રિમાન્ડ મંજૂર થયા બાદ બંનેને કડક સુરક્ષા વચ્ચે નૈની જેલમાં લઈ જવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી વોરંટ ન પહોંચવાને કારણે પોલીસે બંનેને જેલના મુખ્ય દરવાજાની અંદર એક પ્લેટફોર્મ પર બેસાડી રાખ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેને અલગ અલગ ઉચ્ચ સુરક્ષા હેઠળ રાખવામાં આવશે.

કોર્ટે ત્રણેયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે આનંદ ગિરીનો મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ, કેટલીક પેન ડ્રાઇવ, સીડી અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. કોર્ટના આદેશ બાદ આનંદ ગિરીને નૈની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. જેલના અધિકારીઓએ કહ્યું કે તેને ઉચ્ચ સુરક્ષા બેરેકમાં રાખવામાં આવ્યો છે

(7:36 pm IST)