Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આઇપીએલ મેચમાં કોરોનાનું ગ્રહણઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્‍હી કેપિટલ્‍સ વચ્‍ચે મેચ પહેલા બોલર ટી. નટરાજનનો રિપોર્ટ પોઝીટીવ

બાકીના તમામ ખેલાડીના રિપોર્ટ નેગેટીવ આવતા મેચ રદ્દ નહીં થાય

દુબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા ફેઝની ચોથી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે, જે બાદથી આજની મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

આઇપીએલની ઓફિશિયલ વેબસાઇટ પર તેની સૂચના આપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી. નટરાજન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે, તેણે ખુદને બાકી ટીમથી અલગ આઇસોલેટ કરી લીધા છે. આઇપીએલે સ્પષ્ટ કર્યુ છે કે બાકી તમામ ખેલાડીઓના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને એવામાં આજની મેચને રદ કરવામાં નહી આવે.

ટી. નટરાજનમાં કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મેડિકલ ટીમની સલાહ બાદ ટી નટરાજનના ક્લોઝ કૉન્ટેક્ટમાં આવેલા છ ખેલાડી અને સ્ટાફના સભ્યોએ ખુદને આઇસોલેટ કરી લીધા છે. વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયોથેરેપિસ્ટ શ્યામ સુંદર જે, ડૉક્ટર અંજના વનન, લૉજિસ્ટિક મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પેરિયાસામી ગણેશનના નામ આ યાદીમાં સામેલ છે.

(4:41 pm IST)