Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

બે વ્યકિતઓ વચ્ચે પ્રમોશન કે આરક્ષણ માટે ઉમેદવારના ભણતરને આધાર બનાવી શકાય

સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રમોશનમાં યોગ્ય ઉમેદવારની પસંદગીને લઈને બહું મહત્વનો ચૂકાદો સંભળાવ્યો : સુપ્રીમ કોર્ટે કલકત્ત્।ા હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યોઃ સંવિધાન અનુચ્છેદ ૧૪ અને ૧૬નું ઉલ્લંઘન નથી

નવી દિલ્હી, તા.૨૨: સુપ્રીમ કોર્ટે કહ્યું કે શૈક્ષણિક યોગ્યતાનો ઉપયોગ એક નિશ્ચિત કેટેગરીના ઉમેદવારોને લઈને પ્રમોશનમાં આરક્ષણની વ્યવસ્થા શરુ કરવા માટે કરી શકાય છે અથવા પ્રમોશન માટે એક કેટેગરી સુધી મર્યાદિત કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની બેચે કહ્યું કે વર્ગીકરણના મામલામાં ન્યાયીક સમીક્ષા એ વાતના આધાર પર મર્યાદિત કરી શકાય કે વર્ગીકરણ યોગ્ય છે કે નહીં અને તેના સંબંધમાં છે કે નહીં. જેની માંગ કરવામાં આવી હતી. કોર્ટે વર્ગીકરણના આધારને ગણિતીય મૂલ્યાંકનમાં શામિલ ન થઈ શકે.

આની સાથે જ સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના એક નિર્ણયને યથાવત રાખ્યો છે. જેમાં કલકત્તા નગર નિગમ(કેએમસી)ને ૩ જુલાઈ ૨૦૧૨ના એક સર્કુલર યોગ્ય જાર કર્યો હતો. આ સર્કૂલરમાં ડિપ્લોમાં અને ડિગ્રીધારક સબ આસિસ્ટેન્ટ એન્જિનિયક માટે આસિસ્ટન્ટ એન્જિનિયર પદ પર પ્રમોશનની અલગ અલગ શરતો નક્કી કરવામાં આવી હતી. મુખ્ય કોર્ટે કહ્યું કે આ માનતા કેએમસી ઉપરાંત પદો માટે પ્રમોશન નીતિ તર્કહીન અથવા મનમાની નથી અને ન આની મંશા ડિપ્લોમા ધારક એસએઈને હાની માટે પણ નથી.

પીઠે કહ્યું કે સાર્વજનિક નીતિ અને સાર્વજનિક રોજગારના મામલામાં ધારાસભ્યો અથવા તેમના પ્રતિનિધિઓને અલગ અલગ પદો પર નિયુકત કરનારા વ્યકિતઓની ગુણવત્તા નક્કી કરવા માટે પર્યાપ્ત તક આપવી જોઈએ. ન્યાયાલયને અત્યાર સુધી નીતિના મામલામાં હસ્તક્ષેપથી બચવું જોઈએ જયાં સુધી આ નિર્ણય મન ફાવતા નથી હોતો.  બેચે સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયનો સંદર્ભ ટાંકતા કહ્યું સામાન્યતા, શૈક્ષણિક યોગ્યતા પ્રમોશનના મામલામાં એક જ વર્ગના વ્યકિતની વચ્ચે વર્ગીકરણ માટે એક યોગ્ય આધાર છે અને આ સંવિધાનના અનુચ્છેદ ૧૪ અને ૧૬નો ભંગ નથી.

(4:01 pm IST)