Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વડાપ્રધાન અમેરિકા જવા રવાનાઃ મહત્વનો છે આ પ્રવાસ

વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ૨૪ સપ્ટેમ્બરે મુલાકાત કરશે

નવી દિલ્હી, તા.૨૨: જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પહેલી વાર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ મોદી અમેરિકા જવા માટે રવાના થઈ ગયા છે. આયોજન મુજબ વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ૨૪ સપ્ટેમ્બરે મુલાકાત કરશે. વોશિંગ્ટનમાં પીએ મોદી અને  જો બાઈડનની મુલાકાત થશે. આ ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા સાથે પણ મુલાકાત કરશે. જેમાં બંને દેશ સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી આજે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન પહોંચી જશે. રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.પીએમ મોદીની અમેરિકાની મુલાકાત વિશે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

અમેરિકાની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકા સાથે સ્ટ્રેટેજી પાર્ટનરશિપ મજબૂત કરવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આમંત્રણથી હું ૨૨-૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી અમેરિકાની મુલાકાતે છું. આ દરમિયાન જો બાઈડન સાથે વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.' વડાપ્રધાન મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે.

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 'હું ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા માટે પણ ઉત્સુક છું. હેરિસ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના સેકટરમાં સહયોગ વિશે ચર્ચા કરવામાં આવશે. જયારે જો બાઈડન સાથે રણનીતિની ભાગીદારી અને બંને દેશોના હિત માટે ગ્લોબલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.શ્નબંને નેતાઓ વચ્ચે અફદ્યાનિસ્તાનમાં ચાલી રહેલી હાલની સ્થિતિ વિશે પણ ચર્ચા શકય છે. જો બાઈડન સાથે બેઠક દરમિયાન પીએમ મોદી દુનિયામાં ફેલાતા આતંકી નેટવર્ક વિશે વાત કરશે અને એનાથી ઊભાં થતાં જોખમ સામે પણ પોતાની વાત રજૂ કરશે.

પીએમ મોદી આજે અમેરિકા જવા માટે રવાના થયા છે. ૨૩ સપ્ટેમ્બરે તેઓ અમેરિકા પહોંચશે. તે જ દિવસને વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાનો સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ ૨૪ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી જો બાઈડન સાથે મુલાકાત કરશે અને તે જ દિવસે તેઓ કવાડ બેઠકમાં સામેલ થશે.  ત્યાર પછી ૨૫ સપ્ટેમ્બર    ના રોજ પીએમ મોદી શ્ફઞ્ખ્માં સંબોધન કરશે અને ૨૬ સપ્ટેમ્બરના રોજ ભારત પરત ફરશે.

હકીકતે વડાપ્રધાન મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. જેમાં રાષ્ટ્રપતિ બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા પણ સામેલ હશે અને ત્યાં તેઓ વ્યકિતગત રીતે કવાડ લીડર્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સમંલેનમાં વિશ્વના ભવિષ્ય માટે પગલા લેવા અંગે ચર્ચા કરવામાં આવશે.

(3:56 pm IST)