Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કાલે અગ્નિ-૫ મિસાઈલનું પરિક્ષણઃ દુશ્મનોના હાજા ગગડશે : ૫ હજાર કિમીની રેન્જ

દોઢ ટન સુધીના હથિયાર વહન કરી શકે છેઃ અવાજથી ૨૪ ગણી વધારે સ્પીડ

નવી દિલ્હી,તા.૨૨: ભારત આવતી કાલે અગ્નિ-૫ મિસાઈલનું ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યું છે. ટેસ્ટ કર્યા બાદ મિસાઈલને સેનામાં પણ શામેલ કરવામાં આવશે. સેનામાં મિસાઈલ શામેલ થયા બાદ ભારત દુમિયાના એ દેશોમાં શામેલ થઈ જશે જેની પાસે ન્યૂકિલયર હથિયારો વાળી કોન્ટિનેંટલ બેલેસ્ટીક મિસાઈલ હશે.

અગ્નિ-૫ ભારતની પહેલી અને એકમાત્ર ઈંટર કોન્ટિનેંટલ બેલેસ્ચિક મિસાઈલ છે. જેને રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (ઝ્રય્ઝ્રબ્) દ્વારા બનાવામાં આવી છે. લાંબા અંતરે જતી મિસાઈલો પૈકી એક મિસાઈલ અગ્નિ-૫ છે. જે આવતીકાલે ટેસ્ટ થશે.

આ મિસાઈલને DRDOએ ૨૦૦૮થી બનાવાની શરૂ કરી હતી. તેનું સોલિડ ફ્યુલ ટેસ્ટ ૨૦૧૨માં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૮માં પણ ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા જેના દ્વારા મિસાઈલની તાકાત દુનિયાના દેશોને ખબર પડી હતી. હવે ૨૩ સપ્ટેમ્બરના રોજ ભારત પહેલી વખત તેનું ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યું છે.

આ મિસાઈલ દોઢ ટન સુધીના હથિયાર તેની સાથે લઈ જઈ શકે છે. તેની સ્પીડ મૈક ૨૪ છે. એટેલે કે અવાજની સ્પિડથી ૨૪ ગણી વધારે સ્પીડ છે. આપને જણાવી દઈએ કે અગ્ની ૫ને સરળતાથી કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. સાથેજ ઘણી સરળતાથી સેના વાપરી પણ શકશે.

ઉલ્લેખનીય છે કે આ મિસાઈલની રેન્જ ૫ હજાર કિલોમીટર સુધીની છે. સાથેજ મિલાઈલ ઈન્ડિપેન્ડલી ટાર્ગેટેબલ રીએંટ્રી વ્હીકલ સહિતની સુવિધા સાથે બનાવામાં આવી છે. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ તેનું અંતિમ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે અત્યાર સુધીમાં આ મિસાઈલના ૭ ટેસ્ટ થઈ ચુકયા છે. જે ટેસ્ટ સફળ રહ્યા છે. આ મિસાઈલને ગત વર્ષેજ સેનામાં શામેલ કરવાની હતી. પરંતુ કોરોનોને કારણે ટેસ્ટ ન થઈ શક્યા.

(3:54 pm IST)