Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કાશીમાં દુનિયાની પ્રથમ રામસ્કુલ શરૂ

ભગવાન રામના જીવન સાથે જોડાયેલી જાણકારીઓ ઉપર અભ્યાસ કરાવાશેઃ ઓકટોબરથી અભ્યાસનો પ્રારંભ

વારાણસી  તા ૨૨, બાબા ભોલેનાથની નગરી કાશીમાં દુનિયાની પ્રથમ સ્કૂલ ઓફ રામ ખોલવામાં આવી છે. અહીં ભગવાન રામના જીવન સાથે જોડાયેલી જાણકારીઓ પર અભ્યાસ કરાવવામાં આવશે. રામના પુરુષાર્થ, ધૈર્ય, કૂટનીતિ અને રામરાજના પ્રબંધન સાથે જોડાયેલા કેટલાક પાઠ્યક્રમ આ સ્કૂલમાં ઓકટોબરથી ભણાવવામાં આવશે.

 ભગવાન રામના બાણની આણ્વીક ટેકનીકનું રહસ્ય પણ છાત્રોને સમજાવવામાં આવશે. સ્કૂલમાં ઓનલાઇન સર્ટિફિકેટ કોર્ષ પણ સમાવવામાં આવ્યો છે. આના દ્વારા રામચરિત માનસની ઘટનાઓમાં વિજ્ઞાનની ઉપસ્થિતિ અને નીતિ શાસ્ત્ર સિવાય  નિર્જીવ અને સજીવ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની જાણકારી આપવામાં આવશે. અભ્યાસ સપ્તાહમાં બે દિવસ ઓનલાઇન હશે. માર્ચમાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલય, વર્ધા ( મહારાષ્ટ્ર)ના કુલપતિ પ્રો. રજનીશ શુકલએ સ્કૂલ ઓફ રામની સ્થાપના કરી હતી.

  ઓનલાઇન વર્ગમાં કેટલાક મોટા નામો પણ

  દેશભરના આધ્યાત્મિક વિશેષજ્ઞ, ધર્મગુરુ, પ્રોફેસર ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર કલાસ લેશે. જેમાં  હિન્દી વીવીના પ્રો, રજનીશ શુકલની સાથે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરી,  કેન્દ્રીય રમત અને યુવા કાર્યકર્મથી જોડાયેલા ડો. રામદયાલ સેન, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય ઇન્દ્રેશ કુમાર, વિશ્વ હિન્દૂ  પરિષદના કેન્દ્રીય સહ મંત્રી અજેય પરિક સહીત કેટલાક અન્ય લોકો પણ સામેલ છે.

(3:17 pm IST)