Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મુંદ્રા અને પોરબંદર ડ્રગ્સ મામલે તપાસનો ધમધમાટ : પાકિસ્તાન અને તાલિબાનનો હાથ હોવાની આશંકા

ISI તથા તાલિબાન હવે તપાસ એજન્સીઓની રડારમાં: તપાસ હવે મુંદ્રાથી ગાંધીધામ, દિલ્હી, માંડવી, ચેન્નઈ અને અમદાવાદ સુધી પહોંચી

અમદાવાદ : મુંદ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે ઘણા બધા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ભારતના ઈતિહાસમાં ડ્રગ્સનો સૌથી મોટો 21 હજાર કરોડની જથ્થો ગુજરાતમાંથી પકડાયો છે જે સરકારનાં નાક નીચે હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું કામ કરવામાં આવ્યું છે ત્યારે ભારતને નશામાં ખરાબ કરવામાં પાકિસ્તાનનો પણ હાથ હોય શકે છે ત્યારે ISI તથા તાલિબાન હવે તપાસ એજન્સીઓની રડારમાં આવી ગયા છે. આ કનેક્શનની તપાસ હવે મુંદ્રાથી ગાંધીધામ, દિલ્હી, માંડવી, ચેન્નઈ અને અમદાવાદ સુધી પહોંચી છે. એવામાં આગમી સમયમાં તપાસ બાદ કેટલાક નવા નામો સામે તેવી પૂરેપૂરી શક્યતા છે.

(2:10 pm IST)