Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અરૂણાચલ પ્રદેશના 15 ડીવાયએસપી ગુજરાતમાં ચાઇનીઝ શીખવા સહિતની લઇ રહ્યા છે તાલીમ

રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીમા ચાઇનીઝ ભાષા સહિત અલગ અલગ ગુનામા ઇન્વેસ્ટીગેશનની તાલીમ મેળવશે.

અરૂણાચલ પ્રદેશની સીમા ચીનને ટચ કરે છે. ત્યારે આ પ્રદેશની પોલીસ માટે ચાઇનીઝ ભાષા જરૂરી બની જાય છે. ત્યારે હાલમા દહેગામ પાસે આવેલા લવાડમા આવેલી રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીમા 15 ડીવાયએસપી ચાઇનીઝ ભાષા સહિતની તાલીમ લઇ રહ્યા છે.

ભારતની સરહદે આવેલુ પાકિસ્તાન અને ચીન દ્વારા અવળચંડાઇ કરતી જોવા મળતી હોય છે. હાલમા ચીન સાથેના સબંધોમા ખટાશ જોવા મળે છે. તેવા સમયે ચાઇના બોર્ડર ઉપર આવેલા ભારતના રાજ્યો દ્વારા સુરક્ષાનો મુદ્દો મહત્વનો બની જાય છે. ત્યારે જિલ્લાના દહેગામ તાલુકાના લવાડમા આવેલી રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીમા અરૂણાચલ પ્રદેશના 15 ડીવાયએસપી તાલીમ લેવા આવ્યા છે. રક્ષા યુનિવર્સિટીમા પહેલેથી જ ચાઇનીઝ ભાષા શિખવી શકે તેવા ફેકલ્ટીની કાયમી ધોરણે ભરતી કરાયેલી છે.

અરૂણાચલ પ્રદેશના જિલ્લાાઓમાં ફરજ બજાવતા 15 ડીવાયએસપી ગત 13મીથી તાલીમ મેળવી રહ્યા છે, જે આગામી 24મી સુધી યુનિવર્સિટીમાં રહીને જ ચાઇનીઝ ભાષા સહિત અલગ અલગ ગુનામા ઇન્વેસ્ટીગેશનની તાલીમ મેળવશે. યુનિવર્સિટીના સંચાલકોએ કહ્યુ હતુ કે, ચાઇનીઝ ભાષાની તાલીમ મેળવવા પહેલી બેચ આવી છે. હાલનો સમય બદલાઇ રહ્યો છે. ગુનાખોરીનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેમા ખાસ કરીને સાઇબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે.

ટ્રેનીંગ ટીચર્સ એજ્યુકેશન અપાઈ રહ્યુ છે, અરૂણાચલ પ્રદેશમા ઘુસણખોરી વધતી હોય છે, તેવા સમયે પોલીસ અધિકારીઓને ચાઇનીઝ ભાષા શીખવાઈ રહી છે. જ્યારે બોર્ડર પારથી ઘુસણખોરી કરવામા આવતી હોય છે ત્યારબાદ પકડાયેલા આરોપીની ભાષા સ્થાનિક અધિકારીઓને હોવી જરૂરી છે. જેને લઇને હાલમા ભાષાની તાલીમ આપવામા આવી રહી છે. જ્યારે આ અધિકારીઓની તાલીમ આગામી 24મીના રોજ પુરી થશે

(1:24 pm IST)