Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ઝી એન્ટેટેઇનમેન્ટ અને સોની પિકચર્સનું મર્જરઃ પુનિત ગોયંકા MD અને CEO પદે યથાવત રહેશે

મર્જર બાદ ઝી એન્ટરટેઈન્મેન્ટ પાસે ૪૭.૦૭ ટકા ભાગીદારી રહેશેઃ સોની પિકચર્સ પાસે ૫૨.૯૩ ટકા ભાગીદારી રહેશે

નવી દિલ્હી, તા.૨૨: ઝીના બોર્ડ ઓફ ડાયરેકટર્સે સોની પિકચર્સ નેટવર્ક ઈન્ડિયા (SPNI) અને ZEEL વચ્ચેના મર્જરને સૈદ્ઘાંતિક મંજૂરી આપી દીધી છે. સોની મર્જર બાદ બનનારી કંપનીમાં ૧૧,૬૦૫.૯૪ કરોડનું રોકાણ કરશે. વિલય બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેકટર (MD) અને CEO પદે યથાવત રહેશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈન્મેન્ટ પાસે ૪૭.૦૭ ટકા ભાગીદારી રહેશે. સોની પિકચર્સ પાસે ૫૨.૯૩ ટકા ભાગીદારી રહેશે. મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે.

બંને કંપનીના ટીવી કારોબાર, ડિજિટલ એસેટ્સ, પ્રોડકશન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઈબ્રેરીને પણ મર્જ કરવામાં આવશે. ZEEL અને SPNI વચ્ચે એકસકલુઝિવ નોન બાઈન્ડિંગ ટર્મ શીટનો કરાર થયો છે. ડીલનો ડ્યૂ ડિલિજેન્સ આગામી ૯૦ દિવસમાં પૂરો થશે. હાલના પ્રોમોટર ફેમિલી ઝી પાસે પોતાના શેરહોલ્ડિંગને ૪ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાનો વિકલ્પ રહેશે. બોર્ડમાં મોટાભાગના ડાયરેકટરને નોમિનેટ કરવાનો અધિકાર સોની ગ્રુપ પાસે રહેશે.

બોર્ડે કંપનાના નાણાકીય મામલાઓ ઉપરાંત ભવિષ્યમાં થનારા વિસ્તાર યોજના ઉપર પણ વાત કરી છે. બોર્ડે કહ્યું કે મર્જરથી શેર હોલ્ડર અને ભાગીદારોના હિતોને કોઈ નુકસાન થશે નહીં.

કેટલી મોટી છે  ZEEL - સોનીની ડીલ?

 ZEEL ને મળશે ગ્રોથ કેપિટલ

 એક બીજાના કન્ટેન્ટ, ડિજિટલ પ્લેટફોર્મને એકસેસ

 સોનીને ભારતમાં ઉપસ્થિતિ વધારવાની તક મળશે

 સોનીને ૧૩૦ કરોડ લોકોની વ્યૂઅરશીપ મળશે

ZEEL નો કારોબાર

 ૧૯૦ દેશોમાં પહોંચ, ૧૦ ભાષા, ૧૦૦થી વધુ ચેનલ

 દર્શકોમાં ૧૯ ટકાનું માર્કેટ શેર

 ૨.૬ લાખ કલાકથી વધુનું ટીવી કન્ટેન્ટ

 ૪૮૦૦ થી વધુ ફિલ્મોના ટાઈટલ

 ડિજિટલ સ્પેસમાં ZEE5 દ્વારા મોટી પકડ

 દેશમાં ૨૫ ટકા ફિલ્મો ઝી નેટવર્ક પર જોવાય છે

સોનીનો કારોબાર

 ભારતમાં ૩૧ ચેનલ, ૧૬૭ દેશોમાં પહોંચ

 સોની પાસે દેશમાં ૭૦ કરોડ દર્શકો

 દર્શકોમાં ૯ ટકાનો માર્કેટ શેર

(11:46 am IST)