Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભગવાન રામ કાલ્પનીકઃ તેઓ જીવીત કે મહાપુરૂષ વ્યકિત હોવાનું હું નથી માનતો

બિહારના પુર્વ મુખ્યમંત્રી માંઝીનું વિવાદાસ્પદ નિવેદન

પટના તા.રર : બિહારના પુર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. માંઝીએ ભગવાન શ્રી રામના અસ્તીત્વ ઉપર પ્રશ્ન ઉભો કરી તેમને કાલ્પનીક ગણાવતા ભારે વિવાદ સર્જાયો છે.

એક તરફ પ્રભુ રામને જીવીત કે મહાપુરૂષ વ્યકિત ન માનતા માંઝી બીજીતરફ રામાયણની જ્ઞાનની વાતો કે રામાયણની કથા, શ્લોક અને સંદેશ છે જે કોઇ પણ વ્યકિતના નિર્માણમાં ઉપયોગી સાબીત થઇ શકે છે.

તેમણે વધુમાં જણાવેલ કે રામાયણમાં મહિલાઓનું સન્માન અને મોટાઓનો આદર કરવા જેવીઅનેક વાતો છે જે વ્યકિતના ીનર્માણમાં ઉપયોગી છે. ઉપરાંત તેમણે રામાયણને બિહારની શાળાઓમાં પાઠયક્રમમાં સામેલ કરવાની તરફદારી પણ કરેલ, જેથી બાળકો તેમાંથી સારી વાતો શીખી શકે.

(11:45 am IST)