Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

લ્યો બોલો ! હવે તાલિબાનને યુનોમાં પણ બેસવું છે

રાજદૂત પણ નિયુકત કરી દીધાઃ વિશ્વના દેશોને સંબોધન કરવાની કરી માંગ

કાબુલ, તા.૨૨: અફઘાનિસ્તાનના કબજાને લગભગ બેમહિના વીતી ગયા છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના પ્રયાસો છતાં હજુ સુધી કોઈ પણ દેશ તાલિબાનને સત્ત્।ાવાર રીતે માન્યતા આપી શકયું નથી. હવે તાલિબાનોએ કહ્યું છે કે તેમને ન્યૂયોર્કમાં યોજાનારી સંયુકત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપીને વિશ્વના નેતાઓને સંબોધિત કરવાની મંજૂરી આપવી જોઈએ. તાલિબાને દોહામાં તેના પ્રવકતા સુહેલ શાહીનને સંયુકત રાષ્ટ્રમાં અફદ્યાનિસ્તાનના રાજદૂત તરીકે પણ નિયુકત કર્યા છે.

આ અંગે તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુતકીએ સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે. મુતકીએ આ પત્રમાં માંગણી કરી છે કે તેને અફઘાનિસ્તાન વતી યુએનજીએમાં બોલવાની પણ છૂટ આપવી જોઈએ. યુએનજીએની બેઠક આગામી સોમવારે સમાપ્ત થવાની છે.

ગુટેરેસના પ્રવકતા ફરહાન હકે મુત્ત્।કીના પત્રની પ્રાપ્તિની પુષ્ટિ કરી. છેલ્લા મહિના સુધી ગુલામ ઇઝાકજલ યુએનમાં અફદ્યાન સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. જોકે, તાલિબાને તેમના પત્રમાં લખ્યું હતું કે ઇઝાકજલનું મિશન પૂરું થઈ ગયું છે અને તે હવે અફદ્યાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતું નથી.

હકે કહ્યું કે તાલિબાનનો પત્ર સંયુકત રાષ્ટ્રમાં સ્થાન મેળવવા માટે નવ સભ્યોની ઓળખપત્ર સમિતિને મોકલવામાં આવ્યો છે. આ સમિતિમાં અમેરિકા, ચીન, રશિયા પણ સભ્યો છે. આ સિવાય, સમિતિમાં બહામાસ, ભૂટાન, ચિલી, નામિબિયા, સીએરા લિયોન અને સ્વીડનનો સમાવેશ થાય છે. જો કે, આ સમિતિની બેઠક આગામી સોમવાર પહેલા અશકય છે, તેથી યુએન મહાસભામાં તાલિબાનના વિદેશ મંત્રીના સંબોધનની શકયતા નહિવત છે.જો યુએન તાલિબાન રાજદૂતને માન્યતા આપે છે, તો તે ઇસ્લામિક કટ્ટરવાદી જૂથ માટે આંતરરાષ્ટ્રીય માન્યતામાં એક મોટું પગલું હશે. આંતરરાષ્ટ્રીય માન્યતા અફદ્યાનિસ્તાનમાં નાણાકીય સહાયના દરવાજા ખોલી શકે છે.

અગાઉ, ગુટેરેસે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માન્યતા એ એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા અન્ય દેશો તાલિબાન પર સમાવેશી સરકાર અને માનવ અધિકારો, ખાસ કરીને મહિલા અધિકારો માટે આદર માટે દબાણ કરી શકે છે.

આ પહેલા, ૧૯૯૬ થી ૨૦૦૧ વચ્ચે, જયારે અફદ્યાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું, ત્યારે અફદ્યાનિસ્તાનની ચૂંટાયેલી સરકારના માત્ર યુએન રાજદૂત જ દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા. તે સમયે ઓળખપત્ર સમિતિએ તાલિબાન રાજદૂતને સીટ આપવાનો ઇનકાર કર્યો હતો.

(10:56 am IST)