Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કોવિશીલ્ડ સાથે ભેદભાવ કેમ ? બ્રિટન-સમક્ષ ભારતનો વિરોધ

નવી દિલ્હી,તા. ૨૨: વિદેશ સચિવ હષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું છે કે, બ્રિટિશ સરકારની નવી પ્રવાસ નીતિમાં કોવિશીલ્ડ રસી સાથે કરાયેલો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી, કારણ કે આ નીતિ કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લઇને આવનાર ભારતીયોને પણ કવોરન્ટિન અવસ્થામાં રહેવાની ફરજ પાડે છે.

બ્રિટનની નવી પ્રવાસ નીતિને કારણે ભારતીયોમાં વ્યાપેલા રોષને પગલે શ્રૃંગલાએ આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે બ્રિટિશ સરકારની આ ભેદભાવપૂર્ણ નીતિ છે અને તેને કારણે બ્રિટન જતા આપણા નાગરિકોને માઠી અસર થાય એમ છે. વિદેશ મંત્રાલયે આ વિશે નવા બ્રિટિશ વિદેશ સચિવ સમક્ષ કડક રીતે વાંધો પ્રદર્શિત કર્યો છે. મને જણાવવામાં આવ્યુ છે કે અમુક ખાતરી આપવામાં આવી છે કે આ વિવદાનો ઉકેલ લાવવામાં આવશે. 

(10:26 am IST)