Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આપણે કંપનીઓની શરત પર રસી કેમ ખરીદીએ?

ભારત નહીં ખરીદે ફાઈઝર- મોર્ડનાની રસીઃ સ્વદેશી પ્રોડકશન વધાર્યુ

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં કોરોના રસીના વધતા પ્રોડકશનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ફાઈઝર અને મોર્ડના જેવી ફાર્મા કંપનીઓ પાસેથી રસી નહીં ખરીદે. વૈશ્વિક સમાચાર એજન્સી રોયટર્સે સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારના જણાવ્યાનુંસાર ભારતમાં બનેલી રસી દેશમાં મેન્ટેનન્સના હિસાબથી વધારે સારી છે અને તેની કિંમત પણ ઓછી છે.

સૂત્રોનું કહેવું છે કે આ ફાર્મા કંપનીઓ તરફથી કરવામાં આવેલી વધુ એક વિનંતીને સરકારે ફગાવી દીધી છે. હકિકતમાં આ કંપનીઓનું કહેવું છે કે જો રસીના કોઈ સાઈડ ઈફેકટ થાય છે તો તેમને લીગલ પ્રોટેકશન આપવામાં આવે. ભારતમાં કોઈ પણ કંપનીને આ પ્રકારની છુટ આપવામાં આવી નથી. ફાઈઝર અને મોર્ડનાની રસી આ સમયે ફકત અમેરિકા અને યુરોપમાં જ બની રહી છે.

એક સૂત્રનું કહેવું છે કે પહેલા રસીની અછત હતી. ત્યારે આની જરુર હતી. આ કંપનીઓની રસની કિંમત વધારે હશે. આખરે આપણે તેમની શરતો પર રસી કેમ લેવી જોઈએ? આ પહેલા ફાયઝર કંપનીના ભારતમાં પ્રવકતાએ કહ્યું હતુ કે તેમની કેન્દ્ર સરકારની સાથે વાતચીત ચાલી રહી છે અને તેઓ દેશમાં રસીના સપ્લાય માટે પ્રતિબદ્ઘ છે. કંપનીએ એકવાર ફરી કહ્યું કે મહામારી દરમિયાન તે રસી ખરીદીને લઈને દેશોને કેન્દ્ર સરકારોની સાથે વાતચીત કરશે. મોર્ડના અને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ મામલા પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે મોર્ડનાની પાસે પોતાના ઈન્ડિયન પાર્ટનર સિપ્લાની સાથે પહેલાથી ઈમરજન્સી યુઝની મંજૂરી મળી છે. પરંતુ રસી માટે અલ્ટ્રા કોલ્ડ સ્ટોરેજ ચેનની જરુર છે. આ રીતે ફાયઝરની રસી માટે સ્પેશિલ કોલ્ડ સ્ટોરેજ જોઈએ. જયારે ભારતની કોરોના રસીકરણ કાર્યક્રમમાં શામેલ કોવિશીલ્ડ, કોવૈકસીન અને સ્પૂતનિક જેવી રસીને સામાન્ય ફ્રીજરમાં રાખી શકાય છે.

(10:24 am IST)