Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ઓકસીજન સિલિંડર વગર ૧૦ વખત એવરેસ્ટ સર કરનાર સ્નો લેવર્ડ ૭ર વર્ષિય રીતા શેરપાનું નિધન

ઓકસીજન સિલિંડર વગર ૧૦ વખત દુનિયાની સૌથી ઉંચી પર્વત ચોટી માઉંટ એવરેસ્ટની ચઢાઇ કરનાર પ્રથમ પર્વતારોહી  અંગ રીતા શેરપા ૭ર વર્ષિયનું નિધન થયું. આ પ્રસિધ્ધ નેપાલી પર્વતારોહીને સ્નો લેપર્ડના નામથી પણ પ્રસિધ્ધ હતા. રીતા શેરપાનું ગિનિજ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્રથી પણ સમ્માનિત કરાયા હતા.

(11:49 pm IST)
  • રાજકોટ : ઝોન 8 માં બેસતા વરિષ્ઠ નોટરી કે. કે. મહેતાનું કોરોના ને લીધે દૂ:ખદ અવસાન થયાનું જાણવા મળે છે. access_time 12:10 am IST

  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST