Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

૨૦૦૮માં બેંગલુરૂ સીરિયલ ધમાકા મામલામાં આરોપી શખ્સની કેરલમાંથી ધરપકડ કરવામાં આવી

સંયુકત પોલિસ કમિશનર (ક્રાઇમ) સંદિપ પાટીલના મુતાબિક બેંગલુરૂની એંટી ટેરરિસ્ટ સેલ (એટીસી)એ કેન્દ્રીય એજન્સીઓની મદદથીર૦૦૮ બેંગલુરૂ સીરિયલ ધમાકા મામલામાં આરોપી શખ્સ શોએબની કેરલમાંથી ધરપકડ કરી છે. આરોપી ર૦૦૮થી જ ફરાર ચાલી રહ્યો હતો. પાટિલએ કહ્યું એના વિરૂધ્ધ એક રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.

(11:47 pm IST)
  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST

  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST

  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST