Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સસ્પેન્ડ કરાયેલા ૮ સાંસદો આખી રાત ધરણાં પર બેઠા

ઉપસભાપતિ હરિવંશે ચા-નાસ્તો મોકલ્યો તે ના સ્વીકાર્યો : કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોનો સંસદમાંથી વોકઆઉટ

નવી દિલ્હી, તા. ૨૨ : કૃષિ બિલ પર રવિવારે ચર્ચા દરમિયાન રાજ્યસભામાં હોબાળો કરનારા જે આઠ વિપક્ષી સાંસદોને સસપેન્ડ કરાયા હતા તેમણે સોમવારે આખી રાત સંસદ પરિસરમાં ગાંધીજીની મૂર્તિ પાસે આખી રાત વિરોધ પ્રદર્શન કર્યા હતાં. દરમિયાન મંગળવારે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષે સાંસદોના સસ્પેન્શનને લઇને સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો.

   રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ પ્રદર્શન કરી રહેલા સસપેન્ડેડ સાંસદો માટે મંગળવારે સવારે ચા લઈને પહોંચ્યા હતા. પરંતુ સસપેન્ડેડ સાંસદોએ ઉપસભાપતિ દ્વારા લવાયેલી ચા પીવા માટે નનૈયો ભણ્યો હતો.  સોમવારના રોજ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કોંગ્રેસના રાજીવ સાટવ અને સીપીએમના કે.કે. રગેશ સહિત સસપેન્ડેડ સાંસદ રાજ્યસભામાંથી નિકળ્યા બાદ સંસદના લોનમાં ધરણા પર બેસી ગયા હતા. તેમની પાસે પોસ્ટર્સ હતા જેમાં લખવામાં આવ્યું હતું કે, *અમે ખેડૂતો માટે લડિશું* અને *સંસદની હત્યા* આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ઉપ સભાપતિ દ્વારા લવાયેલી ચા પીવા માટે ઈનકાર કર્યા બાદ કહ્યું કે, દેશના કરોડો ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે લોકો આખી રાત અહીં ધરણા પર બેઠા છીએ. દેશના કરોડો ખેડૂતોને ન્યાય અપાવવા માટે દેશના ખેડૂતો વિરુદ્ધ જે કાળો કાયદો આ સંસદમાં પસાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે ધરણા પર બેઠા છીએ.

(9:26 pm IST)