Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

હવે સરકારી બેંકો પર RBI ની નજર રહેશે : લોકસભામાં સહકારી બેન્ક વિધેયકને અપાઈ મંજૂરી

સહકારી બેન્કિંગ સુધારણા બિલ ૨૦૨૦ રાજ્યસભામાં પણ પાસ થયું

ન્યુ દિલ્હી : સહકારી ક્ષેત્રની બેંકો  ને બેંકિંગ ક્ષેત્રની નિયામક સંસ્થાને ભારતીય રિઝર્વ બેંક (RBI) ની દેખરેખ હેઠળ લાવવાની જોગવાઇ ધરાવતા બિલને મંગળવારના રોજ સંસદ  ની મંજૂરી મળી ગઇ છે. બિલનો ઉદ્દેશ્ય થાપણદારોના હિતોની રક્ષા કરવાનો છે. રાજ્યસભાએ જોગવાઇવાળા બેંકિંગ નિયમન (સંશોધન) (સુધારણા) બિલ, 2020, ને પૂરા જોરશોરથી પસાર કરી દીધું છે. લોકસભા બિલને 16 સપ્ટેમ્બરના રોજ પસાર કરી ચૂકી છે. બિલ કાયદો બનાવ્યા બાદ તે વટહુકમની જગ્યા લેશે કે જેને 26 જૂનના રોજ લાવવામાં આવ્યો હતો.

આ છે આ બિલનો ઉદ્દેશ્ય

PMC બેંક ગોટાળાની પૃષ્ઠભૂમિમાં લાવવામાં આવેલ બિલનો ઉદ્દેશ્ય  સહકારી બેંકોમાં વ્યવસાયિક પદ્ધતિઓને વધારવાનો, ફાઇનાન્સ સુધી પહોંચને ઉત્તમ બનાવવી, પ્રશાસનમાં સુધાર લાવવો અને રિઝર્વ બેંકના માધ્યમથી યોગ્ય બેંકિંગ સિસ્ટમને સુનિશ્ચિત કરવાનો છે.

નાણાંકીય મંત્રીએ નિવેદન આપ્યું

રાજ્યસભામાં બિલ પર સંક્ષિપ્ત ચર્ચાનો જવાબ આપતા, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, “થાપણદારોના હિતોની પૂર્વ રક્ષા કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે. સંશોધન માત્ર બેંકિંગ ગતિવિધિઓમાં લાગેલી સહકારી સમિતિઓ માટે છે. નિકોવિડ-19ની સમયગાળા દરમ્યાન અનેક સહકારી બેંક નાણાંકીય દબાવમાં આવ્યાં. તેમની નાણાંકીય સ્થિતિ પર નિયામક સંસ્થા રિઝર્વ બેંક દ્વારા કડક જાપ્તા હેઠળ નજર રાખવામાં આવી રહી છે.”

 યસ બેંકનું સમાધાન નિકાળવામાં સક્ષમ થઇ સરકાર

સંશોધનોની આવશ્યકતાને યોગ્ય ઠહેરાવતા, નાણાંમંત્રીએ જણાવ્યું કે, સરકાર સંકટ સામે ઝઝૂમી રહેલ યસ બેંકનું જલ્દી સમાધાન નિકાળવામાં સક્ષમ થઇ કેમ કે વાણિજ્યિક બેંક નિયમો દ્વારા સંચાલિત હતી, પરંતુ PMC બેંક સંકટનું સમાધાન હજી સુધી નથી થઇ શક્યું.

 

(8:10 pm IST)