Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નિયમોનું ઉલ્લંઘન કરનારા 104 મિલીયન વીડિયો ટિકટોક એપમાંથી હટાવાયા

મુંબઇ: ચાઈનીસ ફર્મ બાઈટડાન્સના સ્વામિત્વવાળી વીડિયો સ્ટ્રીમિંગ એપ TikTok એ મંગળવારે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહ્યું કે, તેમના નિયમોનું ઉલ્લંઘન કરનારા 104 મિલિયનથી વધુ વીડિયોને તેઓએ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. આ વીડિયો આ વર્ષની શરૂઆતના 6 મહિનામાં સામે આવ્યા હતા.

TikTok થી હટાવાયા અનેક વીડિયો

TikTok તરફથી એક નિવેદનમાં કહેવાયું કે, આ વીડિયોની વાત કરીએ તો ઉપયોગકર્તાના રિપોર્ટ કરતા પહેલા અમે 96.4% વીડિયો શોધ્યા અને હટાવી દીધા. તેમાંથી 90.3% વીડિયો વગર કોઈએ જોયા જ પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે.

નવી શરૂઆત કરશે બાઈટડાન્સ

ઉલ્લેખનીય છે કે, ટિકટોકની Parent Company ચાઈનીસ ફર્મ બાઈટડાન્સએ સોમવારે કહ્યું કે, તે ટિકટોક ગ્લોબલ નામથી એક નવો ઉપક્રમ બનાવીશું. ટિકટોક તેની અંદર જ કામ કરશે. TikTok Global માં અમેરિકન કંપની ઓરેકલ Oracle તેમજ વોલમાર્ટના ભાગીદારીથી 12.5 તેમજ 7.5 ટકા રહેશે. તો ઓરેકલ કોર્પ અને વોલમાર્ટ ઈન્કએ સપ્તાહના અંતમાં કહ્યું હતું કે, તે અને અમેરિકન ઈન્વેસ્ટર્સ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કરાર બાદ વીડિયો એપ કંપની ટિકટોકના મોટાભાગના ભાગના માલિક હશે.

ટ્રમ્પે આપ્યો હતો TikTok ને 90 દિવસનો સમય

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 14 ઓગસ્ટના રોજ બાઈટડાન્સની સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત TikTok ને વેચવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ટ્રમ્પ પ્રશાસનની ચિંતા હતી કે, એપનો ઉપયોગ કરનારા 100 મિલિયન અમેરિકનોનો વ્યક્તિગત ડેટા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સરકારને આપવામાં આવી શકે છે. શનિવાકે તેઓએ કહ્યું હતું કે, એક કરાર અંતર્ગત TikTok ને સંયુક્ત રાજ્યમાં કામ કરવા ચાલુ રાખવાની પરમિશન આપી શકાય છે. અમેરિકનન પ્રમુખની શરત એ છે કે, અમરિકાના TikTok યુઝર્સનો ડેટા અમેરિકામાં જ રહેશે, ચીનમાં નહિ જાય. આ ઉપરાંત બીજી શરત એ છે કે, 90 દિવસોની અંદર જ TikTok ને કોઈ અમેરિકનને વેચી દેવાની.

ભારતમાં પ્લે સ્ટોરથી હટાવવામાં આવી હતી TikTok

ભારતમાં એપ્રિલ મહિનામાં TikTok એપને ગૂગલે બ્લોક કરી દીધું હતું. એવું કરવાથી કોઈ પણ ભારતીય ટિકટોક એપ ડાઉનલોડ કરી શક્તુ નથી.

(4:45 pm IST)
  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST

  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST

  • RTE મામલે મનમાની કરનાર શાળા સામે કાર્યવાહી થશે. પ્રવેશ આપવામાં વિલંબ થાય તો વાલીઓ rte.dpe@gmail.com પર ફરિયાદ કરી શકશે. access_time 10:37 pm IST