Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ભારતની કંપની 'ઝીઓમી'ની હવે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકો સુધી ડાયરેકટ પહોંચવાની યોજના

ગામડાઓમાં એમઆઇ વાન દ્વારા ફોન, ટીવી, પાવરબેંકનું વેચાણ કરશે

નવી દિલ્હી : ઝીઓમી કોર્પોરેશન ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવા માટેની એમ.આઇ. સ્ટોર અનો વ્હીલ્સ ચલાવવાની યોજના બનાવી રહયુ છે. દેશભરમાં જયારે ચીન વિરોધી વલણ જોવા મળી રહયુ છે ત્યારે કંપનીને દેશના દુર્ગમ વિસ્તારોમાં આ યોજના પોતાના સ્માર્ટફોન વેચવાની આશા છે.

ભારતની સૌથી વધુ વેચાતી સ્માર્ટફોનની આ બ્રાન્ડ ટ્રાવેલીંગ સ્ટોર શરૂ કરી રહી છે જે અમુક ખાસ રૂટ કવર કરશે અને એવી જગ્યાઓએ ઉભી રહેશે જયાં ગ્રામ્ય વ્સિતારના લોકો સાપ્તાહિક ખથવા ખરીદી માટે ભેગા થતા હોય. આ મોબાઇલવાનનો પાઇલોટ ફોન ઉપરાંત સ્માર્ટટીવી, સીસીટીવી કેમેરા, ઇયર ફોન, સનગ્લાસ અને પાવરબેંકનું પણ વેચાણ કરશે તેમ ઝીઓમીએ સોમવારે જાહેર કર્યુ હતુ.

ઝીઓમી અન્ય કેટલીક બ્રાન્ડોની જેમ પોતાના ઉત્પાદનોને સીધા ગ્રાહક સુધી પહોંચાડવા માંગે છે કેમ કે દુકાનોમાં કોરોના મહામારી અને લોકડાઉનના લીધે વેચાણ ઘટી ગયુ છે. સ્માર્ટફોન બનાવવાની આ ચીની કંપની ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં જુન ત્રિમાસીક ફોનનું વેચાણ અડધુ થઇ જવા છતા પણ ટોચ પર છે. ભારત અને ચીન વચ્ચે આવી રહેલી તંગદિલીના કારણે ચીની ઉત્પાદનોનો દેશભરમાં વિરોધ થઇ રહયો હોવા છતાં ઝીઓમી સ્માર્ટ ફોન માર્કેટમાં સૌથી આગળ છે.

એમઆઇ ઇન્ડીયાના ચીફ ઓપરેટીંગ ઓફિસર મુરલી કિશ્ચનને બીએ કહયુ કે એમઆઇના આ આઉટલેટસ ગ્રાહકો માટે સંપુર્ણ સુરક્ષીત હશે આ નવી પહેલથી અમે દેશમાં સૌથી વધુ વેચાતી બ્રાન્ડને દેશનાં દુર્ગમ વિસ્તારોના ગ્રાહકોસુધી પહોંચાડવા અને એમઆઇ સ્ટોરને તેમની પડોશમાં લઇ જવા માંગતા હોવાનું જણાવાયું છે.

(3:18 pm IST)