Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

૬૫ વર્ષની મહિલા કોરોના સંક્રમિત થતાં દીકરાએ રાખવાનો કર્યો ઇનકારઃ દીકરો-વહુ ઘરને તાળું મારી જતા રહ્યાં

હેદ્રાબાદ, તા.૨૨:તેલંગણાંના નિઝામાબાદમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થયાં બાદ ૬૫ વર્ષિય એક મહિલાને કથિત રીતે તેના પુત્રએ સાથે રાખવાનો ઈનકાર કરી દીધો. માતા હોસ્પિટલમાં આવે તે પહેલાં દિકરા-વહૂ દ્યરમાં તાળું મારીને કયાંક ચાલ્યા ગયા. મહિલા ત્રણ દિવસ સુધી દ્યરની બહાર બેસી રહી અને સોમવારે પોલીસના હસ્તક્ષેપ બાદ દિકરાએ તેને દ્યરમાં દ્યુસવા દીધી. પોલીસે જણાવ્યું કે, મહિલાના પતિએ બીજી મહિલા સાથે લગ્ન કર્યાં બાદ તેને છોડી દીધી હતી અને તે પુત્ર સાથે રહેતી હતી. જો કે મહીલા અને તેની પુત્રવધુ વચ્ચે અણબનાવ હોવાથી લગભગ એક વર્ષ પહેલા તેને વૃદ્ઘાશ્રમમાં મોકલી દીધી હતી. તેમણે કહ્યું, વૃદ્ઘાશ્રમમાં રહેતી મહિલા અને અન્ય સિનિયર નાગરિકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું અને સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વૃદ્ઘાશ્રમમાં મહિલાના અસ્થાયી રહેવાની વ્યવસ્થા નહી થતાં તે પોતાના પુત્રના દ્યરે આવી ગઈ.

જો કે તેની પુત્રવધુને કથિતરીતે મહિલાની આવવાની જાણકારી હતી પરંતુ તેમ છતાં દંપતી દ્યર બંધ કરીને હૈદરાબાદ ચાલ્યા ગયા. કોઈ પણ ઓપ્શન વિના વૃદ્ઘ મહિલા છેલ્લા ત્રણ દિવસોથી દ્યરની બહાર રહી અને કેટલાંક લોકોએ આપેલા ભોજનથી ગુજારો કર્યો. આ મામલે પોલીસને ધ્યાને આવતા પોલીસ અને અન્ય અધિકારીઓએ સોમવારે તે વ્યકિત સાથે વાતચીત કરી જે બાદ તે માતાને સાથે રાખવા તૈયાર થયાં.

(3:18 pm IST)