Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ભાંગ અને કોરોના

ભારતના સાધુઓમાં પ્રચલીત ભાંગ ઉપર વિશ્વના અનેક દેશોમાં સંશોધન-પ્રયોગોના ઉતમ પરિણામો આવી રહયા છે. હવે કેનેડાની એક  કંપનીએ કોરોના વાયરસનો ઇલાજ કૈનાબીસ એટલે કે ભાંગના પ્રયોગથી કરી રહેલ છે. કંપનીએ એક એવી દવા બનાવી છે જે કોરોના વાયરસ માટે બનાવાયેલ વેકસીનની જેમ સાઇડ ઇકેકટ નથી ધરાવતી અને આ દવા કોરોના વાયરસથી થતી હાર્ટસંબંધી બીજી બીમારીથી પણ લોકોને બચાવે છે. અમેરીકા-કેનેડાના અનેક રાજયોમાં ભાંગથી બનતા ઉત્પાદનો કાયદેસર માન્યતા ધરાવે છે.અકસીરા દવા કંપનીએ કોરોના માટે નવી બનાવેલ દવાનું નામ કૈના બિડિયાલ રાખ્યુ છે. અનેક પ્રકારની બિમારીમાં કામ આપે છે. (ન્યુઝ ટ્રેક)

(3:16 pm IST)