Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સસ્પેન્શન મુદ્દે વિપક્ષે રાજ્યસભામાંથી કર્યું વોકઆઉટ

ઉપસભાપતિ રાખશે ઉપવાસ : ઉપસભાપતિએ ઉપરાષ્ટ્રપતિને આ અંગે લખ્યો પત્રઃ વિપક્ષી સાંસદોના ધરણાપૂર્ણ : નિલંબન પાછું નહિ ખેંચાય તો વિપક્ષ સત્રનો કરશે બહિષ્કાર

નવી દિલ્હી તા. ૨૨ : કૃષિ બિલને લઈને રાજયસભામાં થયેલી ધમાસાણ રોકાવાનું નામ જ નથી લઈ રહી. આખી ઘટનાથી રાજકારણ ગરમાયું છે. રાજયસભામાં ગેરવર્તણુક બદલ ૮ સાંસદોને સસ્પેન્ડ કરેલા સાંસદો ધરણા પર બેઠા છે અને વિપક્ષે રાજયસભામાંથી વોકઆઉટ કરી તેમને પાછા લેવાની માંગ કરી છે.

વિપક્ષે રાજયસભામાંથી વોકઆઉટ કર્યુ છે. કોંગ્રેસ, TMC, CPIના સાંસદો દ્વારાવોકઆઉટકરવામાં આવ્યું છે. તેઓ ૮ સાંસદોનું સસ્પેન્શન પરત લેવાની માંગ કરી રહ્યા છે. જો સસ્પેન્સ પરત નહીં લેવાય તો વિપક્ષ બહિષ્કાર કરશે.

સંસદના મોનસુન સત્રનો આજે નવમો દિવસ છે. રાજ્યસભાના સભાપતિએ ઉપસભાપતિ સાથે દુવ્યર્વહાર કરતા આઠ સાંસદોને સંસદના સંપૂર્ણ સત્રમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જો કે હવે સાંસદોના ધરણા પૂર્ણ થયા છે તેમજ વિપક્ષે રાજયસભાના સંપૂર્ણ સત્રનો બહિષ્કાર કર્યો છે.

વિપક્ષ દ્વારા રાજયસભાના સત્રનો બહિષ્કાર કરવામાં આવશે. આ ઘટનાના પગલે ઉપ સભાપતિ હરિવંશ પણ ઉપવાસ કરશે. ૨૪ કલાક સુધી ઉપસભાપતિ ઉપવાસ કરશે. સાંસદો દ્વારા કરાયેલા અપમાન બદલ તે ઉપવાસ કરશે. ઉપસભાપતિ હરિવંશે ઉપરાષ્ટ્રપતિને આ અંગે પત્ર લખ્યો છે.

જયારે ઉલ્લેખનીય છે કે રાજય સભાના સભાપતિ વેકૈંયા નાયડૂએ સાંસદોના વર્તન માટે નારાજગી વ્યકત કરી હતી. નાયડૂએ ઉપસભાપતિ હરિવંશની વિરૂદ્ઘ વિપક્ષનો અવિશ્વનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. નાયડૂએ કહ્યું કે પ્રસ્તાવ યોગ્ય પ્રારૂપમાં નહોતો. સાંસદોએ બિલના વિરોધમાં હોબાળો કર્યો હતો. બિલ ગેરબંધારણીય રીતે પાસ કર્યું હોવાનો ડેરેક ઓ'બ્રાયને આક્ષેપ કર્યો હતો. સભાપતિ વેંકૈયા નાયડુ ભાવુક થયા હતા. સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, સાંસદોએ પણ ખુદ સ્વીકાર્યું કે તેમણે હોબાળો કર્યો અને માઈક તોડ્યું. સભ્યોને ડિવીઝન માગવાનો અધિકાર છે પરંતુ જયારે તે પોતાની સીટ પર હોય ત્યારે. તેમણે એમ પણ કહ્યું આનાથી અમને બધાને દુખ થાય છે કે અમે પણ તમારી વચ્ચેનો જ ભાગ છે. ચેરમેન વેંકૈયા નાયડુ રાજય સભામાં બોલતા બોલતા રડી પડ્યા. કહ્યું કે ચેરને બ્લેમ કરવું યોગ્ય નથી.

બીજી તરફ સસ્પેન્ડ થયેલા વિપક્ષના ૮ સભ્યો સોમવારે રાતે સંસદ પરિસરની બહાર ઘરણા પર બેઠા રહ્યા. રાજયસભામાંથી સસ્પેન્ડ તમામ સાંસદ પરિસરમાં અનિશ્ચિત સમય માટે ઘરણા પર બેઠા છે. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, આપના નેતા સંજય સિંહ સહિત વિપક્ષના અન્ય સભ્યોની માંગ છે કે તેમના સસ્પેન્શનને ખતમ થાય ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. ત્યારે ઉપસભાપતિ હરિવંશ ધરણા પર બેઠેલ સાંસદો માટે ચા લઈ આવ્યા. પીએમએ હરિવંશની આ કામગીરીને બિરદાવી હતી.

(3:15 pm IST)