Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અનાજ - બટેટા - ડુંગળી - ખાદ્યતેલ - કઠોળ હવે આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં નથી

૬૫ વર્ષ જુનો આવશ્યક ચીજવસ્તુ ધારો બદલાઇ ગયો : લોકસભા - રાજ્યસભાએ આવશ્યક ચીજવસ્તુ (સંશોધન) બિલ પાસ કર્યું

નવી દિલ્હી તા. ૨૨ : સંસદના બંને ગૃહોમાં આવશ્યક વસ્તુ બિલ પાસ થઇ ગયું છે. આ બિલ પાસ થવાથી હવે અનાજ, દલહન, બટેટા, ડુંગળી, ખાદ્યતેલો જેવી વસ્તુઓ જરૂરી વસ્તુઓની શ્રેણીમાં હશે નહિ. જો કે લોકસભાએ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ જરૂરીવસ્તુ વિધેયક ૨૦૨૦ને મંજુરી મળી હતી. હવે તે રાજ્યસભામાંથી પણ પસાર થયું છે. જરૂરીવસ્તુ બિલમાં બદલાવથી અનાજ, ખાદ્યતેલ, તિલહન, દાળ, ડુંગળી અને બટેટા સહિત કૃષિ ખાદ્યસામગ્રીને તે એકટમાંથી બહાર થઇ છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે દરેક કૃષિ ખાદ્ય સામગ્રી પર સરકારનું નિયંત્રણ રહેશે નહિ અને ખેડૂત તેના હિસાબથી મૂલ્ય નક્કી કરીને આપૂર્તિ અને વેચાણ કરી શકશે. જો કે સરકાર સમય - સમય પર તેની સમીક્ષા કરતી રહેશે. જરૂર પડવા પર નિયમોને સખ્ત કરવામાં આવશે. નીચલાગૃહમાં ચર્ચાનો જવાબ આપીને ઉપભોકતા મામલે ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે, આ વિધેયકના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં સંપૂર્ણ આપૂર્તિ શ્રૃંખલાને મજબૂત બનાવાશે. ખેડૂત મજબૂત હશે અને રોકાણને પ્રોત્સાહન મળશે. તેઓએ કહ્યું કે તેનાથી કૃષિ ક્ષેત્રમાં કારોબાર અનુ કૂળ માહોલ બનાવા અને લોકલ ફોર લોકલને મજબૂત બનાવામાં આવશે.

જો કે વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો. વિપક્ષે કેન્દ્ર સરકારને તેને પાછા ખેંચવાની માંગ કરી. માનવામાં આવી રહ્યું છે કે આ બિલની પાસે હોવાથી પ્રાઇવેટ રોકાણકારોને નિયામકીય હસ્તક્ષેપ સાથે મુકિત મળશે. આ વિધેયકના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં સંપૂર્ણ આપૂર્તિ શ્રૃંખલાને મજબૂત બનાવામાં આવશે અને ખેડૂત મજબૂત થશે અને રોકાણને પ્રોત્સાહન મળશે.

આ એકટ હેઠળ જે વસ્તુઓ આવે છે તેમાં કેન્દ્ર સરકાર તેનું વેચાણ, ભાવ, આપૂર્તિ અને વિતરણને કંટ્રોલ કરે છે. તેનું વધુ પડતુ ખુદરા મૂલ્ય નક્કી કરશે. કેટલીક વસ્તુઓ એવી હોય છે તેના વગર જીવન પસાર કરવું મુશ્કેલ હોય છે. એવી વસ્તુઓને આવશ્યક વસ્તુઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે.

(3:01 pm IST)