Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

હાંફી ગયો કોરોના ! હાંશકારો આપે છે ૪ દિ'ના આંકડા

ભારતમાં કાળોકેર મચાવનાર કાળમુખો કોરોના હવે ધીમે-ધીમે પછડાટ ખાઇ રહ્યો છે : રિકવરીના મામલે ભારત વિશ્વમાં સૌથી આગળ : છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ ૧,૦૧,૪૬૮ દર્દી સ્વસ્થ થયા : રીકવરી રેટ થયો ૮૦.૮૬% : મૃત્યુદર માત્ર ૧.૬૦% : કુલ કેસ ૫૫,૬૨,૪૮૩ : રીકવર થયા ૪૪,૯૭,૮૬૭

નવી દિલ્હી તા. ૨૨ : ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ૫૫ લાખથી વધુ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૫,૦૮૩ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧૦૫૩ દર્દીના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંતલય મુજબ આંકડા મુજબ હાલમાં દેશમાં ૯,૭૫,૮૬૧ સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૫૫,૬૨,૬૬૩ કેસ સામે આવ્યા છે.

ભારતે કોરોનાના રિકવરી મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક લાખથી વધુ દર્દી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં દેશમાં ૪૪,૯૭,૮૬૭ લોકો કોરોનાને માત આપી ચૂકયા છે. ભારતમાં કોવિડ-૧૯નો રિકવરી દર ૮૦.૮૬ ટકા અને મૃત્યુદર ૧.૬૦ ટકા થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં જે દર્દીઓ સ્વસ્થ થયા છે તેમાંથી ૭૯ ટકા ફકત ૧૦ રાજ્યોનો છે તે તેવા રાજ્ય છે. જ્યાં કોરોનાના કેસ પણ વધુ છે. છેલ્લા ચાર દિવસથી એક સુખદ ટ્રેડ જોવા મળી રહ્યો છે. દરરોજ નવા કેસ સામે આવ્યાની સરખામણીએ દર્દી સ્વસ્થ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં ૨૫ માર્ચે લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં રિકવરીના આંકડામાં સતત વધારો જોવા મળ્યો છે. શરૂઆતમાં જ્યાં રિકવરી રેટ ૭ ટકાથી થોડો વધુ હતો. બીજી બાજુ તે ૮૦ ટકાથી વધુ થયો છે.

ભારતમાં કોરોનાના એકટિવ કેસો અને સ્વસ્થ થયેલા દર્દીઓના આંકડાનું અંતર વધતું જોવા મળી રહ્યું છે. હાલમાં તે ડિફરન્સ ૩૫,૨૨,૦૦૬ છે.

મહારાષ્ટ્ર સતત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે ત્યાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૨૪,૩૮૦ કેસ અને ૩૩,૦૧૫ મોત નોંધાયા છે ત્યારબાદ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને યુપી છે.

ભારતમાં ૨૫ માર્ચે લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં રિકવરીના આંકડામાં સતત વધારો જોવા મળ્યો છે. શરૂઆતમાં જ્યાં રિકવરી રેટ ૭ ટકાથી વધુ હતો. બીજી બાજુ હવે તે ૮૦ ટકાથી વધુ થયો છે.

(3:00 pm IST)