Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

દેશ પર 44 હજાર અબજનું દેવું :દરેક કુટુંબ પર 1.60 લાખનો બોજ

દેશનું 2.8 ટકા દેવું એક જ વર્ષમાં વધ્યું છતાં છેલ્લા 6 વર્ષોમાં ભારતે વિવિધ દેશોને લોનમાં આપવામાં ભારે ઉદારતા દાખવી

નવી દિલ્હી : માર્ચ 2020માં ભારતનું વિદેશી દેવું $ 558.5 અબજ (રૂ.43563000000000) થયું છે. દેશનું 2.8 ટકા એક જ વર્ષમાં વધી ગયું છે. માર્ચ -2018માં દેવું 543 અબજ ડોલર હતું. વિદેશી વિનિમય ભંડારનું પ્રમાણ 85.5 ટકા હતું. એક વર્ષ અગાઉના ગાળામાં તે 76 ટકા હતું. જે ભારતની ગરીબથી તવંગર એવી દરેક વ્યક્તિ પર રૂ.31,567નું દેવું છે. દરેક કુટુંબ દીઠ 1.60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે.

  વિશ્વ બેંકે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) ને મદદ કરવા માટે 75 મિલિયન યુએસ ડોલરની લોન તથા શિક્ષણમાં સુધારણા માટે, 3,700 કરોડ રૂપિયાની લોન આપી છે. રોગચાળા દરમિયાન 7500 કરોડ રૂપિયાની લોન આપી છે. ગોચાળા માટે કુલ વિશ્વ બેંકે $ 1 બિલિયન લોન તરીકે જારી કરી છે. એશિયન વિકાસ બેંક (એડીબી) પાસેથી 1.5 અબજ ડોલર (11 હજાર કરોડ રૂપિયા) ઉધાર લીધા છે. જો ગુજરાતનું અને શહેરનું દેવું ગણવામાં આવે તો બીજા એટલા જ રૂપિયા દેવું થતાં કુલ રૂ.3.20 લાખનું દેવું છે ભલે પછી તે બંગલામાં રહેતા હોય કે ઝુંપડામાં રહેતા હોય.

  દેવામાં ડૂબેલા પડોશી દેશ માલદીવને ભારતે $ 25 કરોડની આર્થિક સહાય આપી છે. જ્યારે ચીન પર માલદીવ પર 3.1 અબજ ડોલરનું મોટું દેવું છે. છેલ્લા 6 વર્ષોમાં ભારત દ્વારા વિવિધ દેશોને આપવામાં આવેલી લોનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતે 2013-14માં વિવિધ દેશોને 11 અબજ ડોલરની લોન આપી હતી, જે નાણાકીય વર્ષ 2018-19માં વધીને 7267 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, 2019-20માં આ આંકડો વધીને 9069 કરોડ રૂપિયા થયો છે. જો કે, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો પર મોટાભાગનું દેવું ભારતે આપેલું છે. જે આર્થિક રીતે નબળા છે. કોઈપણ દેશ માટે પડોશીઓમાં રાજકીય પ્રભુત્વ જાળવવા માટે સોફ્ટ લોન એ એક મહત્વપૂર્ણ સાધન રહ્યું છે

(12:59 pm IST)