Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

બોલીવુડમાં ડ્રગ્સનો ખેલ

દિપિકા -શ્રધ્ધાથી શરૂઆત હવે મોટી ''માછલીઓ'' પકડાશે ?

નવી દિલ્હી, તા. રર :  અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસ એનસીબી કરી રહી છે. અને આ તપાસમાં બોલીવુડના કેટલાય મોટા માથાના નામો સામે આવી રહ્યા છે. શ્રધ્ધાકપૂર, સ્કુલ પ્રતિસિંહ અને સારા અલી ખાન જેવા ઉગતા સિતારાઓ પછી હવે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં ગણાતી દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં ખુલ્યું છે.

નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) તરફથી થઇ રહેલી આ તપાસમાં ડી.એન. એસ.કે. (ડીએટલે દીપિકા પાદુકોણ, એનએટલે નમ્રતા શિરોડકર, એસ એટલે શ્રધ્ધા કપુર અને કે એટલે કરિશ્મા) ના નામો આવ્યા છે. તેમાં સૌથી મોટું અને ચોંકાવનારૂ નામ દીપિકા પાદુકોણનું છે. દીપિકા પાદુકોણની જયા સાહાની કંપનીની મેનેજર કરિશ્મા સાથે ડ્રગચેટનો ખુલાસો થયો છે. આ ખુલાસો સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કેસની તપાસ કરતી એનસીબીએ કર્યો છે.

બોલીવુડના ડ્રગ્સ કનેકશનને બેનકાબ કરવામાં ધંધો લાગેલ એનસીબીએ આજે જયા સાહા, તેની કંપનીની મેનેજર કરિશ્મા અને સુશાંતની મેનેજર શ્રુતિ મોદીને પુછપરછ માટે બોલાવી છે. ગઇકાલની પુછપરછમાં કેટલાક મોટા ખુલાસાઓ થયા છે. શ્રધ્ધાકપુર ઉપરાંત ત્રણ અભિનેત્રીઓની ડ્રગચેટ પણ સામે આવી છે.

જણાવાઇ રહ્યું છે કે જયા સાહાના બેટસએપ ગ્રુપમાં બોલિવુડની ઘણી સેલીબ્રીટીઓ સભ્ય છે. તેમાં એક નામ એસએલબી છે. જે બોલીવુડનું એક મોટુ માથું છે. પુછપરછમાં એનસીબીને બે અભિનેત્રીઓ વચ્ચેની ડ્રગચેટ પણ મળી છે. જેમાંથી એક અભિનેત્રીનુ઼ નામ ડી થી શરૂ થાય છે. અને બીજીનું નામ કેથી એનસીબીએ જયાને પુછયું છે કે તેની ચેટમાં અમિત અને એસએલબીનો ઉલ્લેખ છે તે કોણ છે.

દીપિકા અને કરિશ્માની ડ્રગચેટ

એનસીબીને વોટસએપ ચેટ મળી છે જેમાં દીપિકા અને કરિશ્મા ડ્રગ્સ બાબતે ચેટ કરી રહી છે.

દીપિકા    :     કયા તુમ્હારે પાસ માલ હૈ ?

કરિશ્મા    :     હો.... લેકિન ઘર પર મેં બાંદ્ર મેં હું.

કરિશ્મા    :     મૈં અમિત કે સાથે ભીજવા શકતી હું.

દીપિકા    :     યસ પ્લીઝ...

થોડીવાર પછી

કરિશ્મા    :     અમિત લેકર આ રહા હૈ

દીપિકા    :     હૈશ હૈના ?

કરિશ્મા    :     હૈશ નહીં ગાંજા હૈ

(12:46 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST

  • બનાસકાંઠાની ગઢ ગ્રામપંચાયત દ્વારા 10 દિવસનું લોકડાઉન: તા,22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લોકડાઉન જાહેર access_time 7:22 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST