Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણની સાથે જમીનના ભાવ બે થી ત્રણ ગણા થયા

રામજીની નગરી અને આસપાસના વિસ્તારોનો વિકાસ કરશે કેન્દ્ર -રાજ્ય સરકાર : આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ સહિતની સુવિધા મળશે

અયોધ્યા,તા. ૨૨: રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થવાની સાથે જ અયોધ્યામાં જમીનની કિંમતો સોના કરતા વધુ થઇ ગઇ છે. એક મહિનાની અંદર જ શહેરમાં ત્રણ ગણા તો બહારના વિસ્તારમાં ભાવ બે ગણા થયા છે. ઉપરાંત અનેક મોટા બિલ્ડરો અને રોકાણકારો જમીન ખરીદવા તૈયાર છે.જમીનના ભાવ વધવા પાછળનું એક જ મુખ્ય કારણ ભવ્ય રામ મંદિર નિર્માણ છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અયોધ્યાને વિકસાવવા તૈયારી કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ અને સચ્યુતટ સહિતના આસપાસના વિસ્તારોને પણ વિકસાવાશે. જેથી જમીનની કિંમતો વધી છે.

(12:45 pm IST)