Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જીએસટી રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે

નવી દિલ્હી: તા.૨૨:જીએસટી રજિસ્ટર્ડ ઉદ્યોગોને ટૂંક સમયમાં જીએસટીઆર-૩બી, રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે, એમ જીએસટી નેટવર્ક એકિઝકયુટિવ ઓફિસર પ્રકાશ કુમારે સોમવારે જણાવ્યું હતું.

'કરદાતાઓને જીએસટીઆર-૩બીના ફોર્મ પહેલાથી ભરાયેલા મળે તેની અમે વ્યવસ્થા કરી રહ્યા છે જેથી તેઓ સરળતાથી ટેકસ ભરી શકે. આ ફોર્મમાં 'ટુ એડિટ ધ ફોર્મ'નું ઓપ્શન હશે જેમાં કોઇ પણ ઉદ્યોગને ભૂતકાળના વ્યવહારનું એડજસ્ટમેન્ટ કરવાની પરવાનગી આપવામાં આવશે', એમ કુમારે જણાવ્યું હતું.

ઇન્ડાઇરેકટ ટેકસની કરોડરજ્જુ ગણાતા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)ને હેન્ડલ કરનાર જીએસટીએન એ પહેલાથી કરદાતાઓના સેલ્સ રિટર્ન જીએસટીઆર-૧ પર આધારિત વેરા જવાબદારીઓના આંકડા પૂરા પાડવાનું શરૂ કર્યું હતું જેનો ઉપયોગ હવે ટેકસ પેમેન્ટ ફોર્મ જીએસટીઆર-૩બીના પીડીએફ ફોર્મમાં કરાશે.

આ સિવાય કરદાતાઓ દ્વારા આપવામાં આવતી માહિતીને આધારે ઓટો-જનરેટેડ ઇનપુટ ટેકસ ક્રેડિટ (આઇટીસી)ના સ્ટેટમેન્ટ પૂરા પાડવામાં આવશે જેથી કરદાતા જાણી શકશે કે મહિનામાં કેટલી આઇટીસી ઉપલબ્ધ છે.

(11:42 am IST)