Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

લોકડાઉન બાદ ૮.૭૧ લાખ ઇપીએફ ખાતાઓમાંથી ૪૪૦પ૪ કરોડનો ઉપાડ

ભીંસમાં મૂકાયેલા લોકો પીએફના નાણાંનો આશરો લીધો, સરકારે સંસદમાં આંકડા આપ્યા

નવી દિલ્હી તા. રર : દેશમાં લોકડાઉન લાગુ થયા બાદ કર્મચારી પ્રોવિડન્ડ ફંડ (ઇપીએફ) ખાતાઓમાંથી ૩૮.૭૧,૬૬૪ કર્મચારીઓએ ૪૪.૦પ૪.૭ર કરોડ રૂપિયાના કાઢવાના દાવાનો મંજુર કરવામા આવ્યા છે.

સંસદમાં સોમવારે આ માહિતી આપવામાં આવી છે કેન્દ્ર સરકારે ખતરનાક કોરોના વાયરસના પ્રચારને રોકવા માટે રપ માર્ચ ર૦ર૦ના રોજ દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યુ હતું શ્રમ મંત્રી સંતોષ ગંગવારેરાજયસભામાં એક લેખિત પ્રશ્નના ઉતરમાં કહ્યું કે હમણા સુધી ૧૪૦પ૪ કરોડ રૂપિયાના કુલ ૩૮૭૧૬૬૪ ઇપીએફ ઉપાડવાના દાવા મંજુર કરવામાં આવ્યા છે આ ઉત્તર અનુસાર ઇપીએફમાંથી પૈસા ઉપાડવાના દાવા કોરોના વાયરસ સંલગ્ન પરિસ્થિતિ સાથે જોડાયેલા છે. લોકડાઉન સમય ગાળામાં રપ માર્ચથી ૩૧ ઓગસ્ટ સુધી ૭ર૩૯૮૬ કરોડ રૂપિયાની રકમ ઇપીએફમાંથી ઉપાડવાની મંજુરી અપાઇ છે.

ત્યાર બાદ કર્ણાટકમાં  ૪.૮૪.૧૧૪ દાવા હેઠળ પ.પ૮૯ કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા છે. આ દરમિયાન દિલ્હીમાં ઇપીએફમાંથી પૈસા ઉપાડવાના ૩૧૬૬૭૧ દાવા કરવામાં આવ્યા જે હેઠળ ૩૩૦૮ કરોડ રૂપિયા ઉપાડવાની મજુરી અપાઇ છે. સરકારે ઇપીએફ યોજના ૧૯પરમાં સંશોધન કર્યુ છે જે હેઠળ ઇપીએફથી કોવિડ અગ્રિમ લઇ શકાય છે આ રકમ પરત કરવાની આવસ્યકતા નથી.

(11:40 am IST)