Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

શા માટે કેસ વધી રહ્યા છે ? બહાર આવ્યું મોટુ કારણ

A2A કોરોના વાયરસે દેશમાં ઉપાડો લીધો છે

નવી દિલ્હી,તા.૨૨ : ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા દરરોજ ૧ લાખની નજીક પહોંચી રહી છે. સંક્રમણના આ ચિંતાજનક દર પાછળ કોરોનાવાયરસનું સૌથી સંક્રામક સ્વરૂપ A2A છે. કોરોના વાયરસના આ સ્ટ્રૈનથી કેટલાક દિવસનોની અંદર જ ભારતમાં ૭૦ ટકા દર્દીઓને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેકયુલર બાયોલોજીના હાલના નવા અભ્યાસમાં એ ખુલાસો થયો છે કે, A2a કોરોના વાયરસનો સૌથી સંક્રામક સ્વરૂપ છે. ભારતમાં ૭૦ ટકાથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓમાં A2aથી અસરગ્રસ્ત છે. સંક્રમણની ઝડપી ગતિ ચિંતાનો વિષય બની છે. આને કારણે કોરોના વાયરસના સંપર્કમાં આવતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.અગાઉ, ભારતમાં કોરોના વાયરસના A3i સ્ટ્રેઇનથી સૌથી વધુ દર્દીઓ સંક્રમિત હતા. A3i સ્ટ્રેઇનના ફૂટપ્રિંટથી આશરે ૪૧% દર્દીઓમાં કોરોના જોવા મળ્યો હતો. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં આ સ્ટ્રેન સૌથી વધુ જોવા મળ્યો હતો. પરંતુ તેમાં હાજર આરડીઆરપી નામનું એન્ઝાઇમ વાયરસ માટે જ જીવલેણ સાબિત થવા લાગ્યું અને આ ઉત્સેચકને કારણે, કોરોનાની એ ૩ આઇ પ્રતિકૃતિના સંક્રમણનું પ્રમાણ ૪૧% થી ઘટીને ૧૮% થઈ ગયું છે. વૈજ્ઞાનિકો કહે છે કે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે દેશમાંથી ધીરે ધીરે કોરોનાની એ ૩ આઇ લાક્ષણિકતાઓ અદૃશ્ય થઈ જશે. A3i ની જગ્યાએ હવે A2a એ લઈ લીધી છે. આ ખૂબજ ઝડપથી ફેલાનારો કોરોનાનો સ્ટ્રેન છે.

 

સીસીએમબીના ડિરેકટર ડો. રાકેશકુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર 'એવી  આશંકા છે કે એ ૨ એ એક વધુ સંક્રામક સ્ટ્રેન છે. અને તેણે સમગ્ર વિશ્વની જેમ ભારતમાં તેનો ખૂબ ઝડપથી ફેલાવો કર્યો છે. કોઈ વધુ પુરાવા નથી કે આ વધુ કઠીન સ્ટ્રેન છે. પરંતુ સમગ્ર વિશ્વમાં સમાન વાયરલ જીનોમની હાજરી સારી ગણાશે કે તેનાથી એક જ રસી અને દવા આ મ્યુટેશન સામે સમાનરૂપથી અસરકારક અસરો પેદા કરી શકે. અધ્યયનમાં એ સ્પષ્ટ નથી થયું કે કોરોનાની એ ૨ એ પ્રતિકૃતિ એ ૩ આઇ કરતા વધુ ઘ ાતક છે કે નહીં. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે સંક્રમણનો દર ખૂબ ઊંચો છે અને અસરકારક રસી વિકસિત ન થાય ત્યાં સુધી કોરોનાની એ ૨ એ સ્ટ્રેનની બચવું જ એકમાત્ર ઉપાય છે.

દુનિયાભરમાં સૌથી વધારે કોરોનાના A2a સ્ટ્રેનથી જ લોકો સંક્રમિત થયા

દુનિયાભરમાં સૌથી વધારે કોરોનાના A2a સ્ટ્રેનથી જ લોકો સંક્રમિત થયા છે. આ સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને વેકિસન તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં વૈજ્ઞાનિકોના દિમાગ પર પ્રથમ પ્રશ્ન એ હતો કે શું ઇનકોમિંગ રસી ભારતમાં કોરોના વાયરસ સામે અસરકારક રહેશે, કેમ કે ભારતમાં કોરોના એ ૩ આઇ સ્ટ્રેઇન વધારે છે, જયારે રસી મુખ્યત્વે એ ૨ એ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. પરંતુ જોત જોતામાં a2a સ્ટ્રેને પોતાનો પગપેસારો કરી લીધો છે.

(11:37 am IST)