Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ર૪ કલાકમાં ૭પ૦૮૩ કેસઃ ૧૦પ૩ના મોત

દેશમાં કુલ કેસ પપ,૬ર,૬૬૩: મૃત્યુ આંક ૮૮૯૩પ

નવી દિલ્હી તા. રરઃ દેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૭પ૦૮૩ નવા કેસ નોંધાયા છે અને ૧૦પ૩ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ કેસ પપ,૬ર,૬૬૩ થયા છે જેમાં એકટીવ કેસ ૯,૭પ,૮૬૧ છે. ૪૪,૯૭,૮૬૦ લોકો સાજા થયા છે. અત્યાર સુધીનો મૃત્યુ આંક ૮૮૯૩પનો છે.

ભારત કુલ ૬,પ૩,રપ,૭૭૯ ટેસ્ટ કરાયા છે જે પૈકી ૯,૩૩,૧૮પ ગઇકાલે કરાયા હતા.

મહારાષ્ટ્રમાં ૧ર,ર૪,૩૮૦ કેસ નોંધાયા છે અને ૩૩૦૧પ લોકોના મોત થયા છે.

(11:32 am IST)