Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ધરણાં પર બેઠેલા સાંસદોને મળવા પહોંચ્યા ઉપસભાપતિ હરિવંશઃ ચા પણ પીવડાવી

નવી દિલ્હી, તા.૨૨: રાજયસભામાંથી સસ્પેન્ડ આઠેય સાંસદ આખી રાત ગાંધી પ્રતિમાની સામે ધરણા પર બેસી રહ્યા. તેમને સભાપતિ વેંકૈયા નાયડુએ રવિવારના રોજ ગૃહમાં હોબાળો કરવા અને ઉપસભાપતિ હરિવંશ સાથે ખરાબ વર્તન કરવા પર સસ્પેન્ડ કર્યા હતા.

સોમવારે બપોરથી ધરણા કરી રહેલા સાંસદોને મળવા મંગળવાર વહેલી સવારે ખુદ ડેપ્યુટી ચેરમેન હરિવંશ પહોંચ્યા. ત્યાં પોતાની સાથે એક થેલી લાવ્યા હતા જેમાં સાંસદો માટે ચા હતી. હરિવંશે પોતાના હાથે ચા કાઢી અને સાંસદોને પીવડાવી.

તેમણે આ સાંસદોની સાથે ખૂબ જ ઉષ્માભેર વાતો કરી, જેમાંથી કેટલાંકનો વ્યવહાર રવિવારના રોજ તેમના પ્રત્યે સારો નહોતો.

(10:29 am IST)