Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કોરોના મહામારીના ૮ મહિના બાદ પણ ICU બેડ દર્દીઓ માટે બની રહ્યા છે મોટી ચેલેન્જ

૯૨ ટકા લોકોનું માનવું છે કે આઇસીયૂમાં બેડ વધારવા જોઇએ

નવી દિલ્હી, તા.૨૨: ભારતમાં લગભગ કોરોના સંક્રમણના ૯૦ હજારથી વધારે કેસ આવી રહ્યા છે. કોરોનાના દર્દીની વધતી સંખ્યાની સાથે ગંભીર સંક્રમિતોને માટે આઈસીયૂ બેડની વ્યવસ્થા પણ એક મોટી ચેલેન્જ બની રહ્યું છે. મળતા આંકડાના આધારે દાવો કરાય છે કે ઓકટોબર મહિનામાં ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ભારત અમેરિકાને પણ પાછળ છોડી દેશે. આ સમયે સરકારનું કહેવું છે કે કોરોનાના ૯૨ ટકા કેસ સામાન્ય લક્ષણો વાળા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સચિવ રાજેશ ભૂષણનું કહેવું છે કે ફકત ૬ ટકા કોરોના રોગીને હોસ્પિટલમાં ઓકસીજનની જરૂર પડે છે. તેમાંથી ૩.૬ ટકા દર્દીઓને ફકત ઓકસીજનની જરૂર છે અને અન્ય ૨.૧૭ ટકાને આઈસીયૂમાં બેડની જરૂર હોય છે.

લોકસ સર્કલ દ્વારા કરાયેલા સર્વેમામં દર્દીને આઈસીયૂ બેડ મેળવવા માટે ભલામણની જરૂર પડે છે.દેશના ૨૧૧ જિલ્લામાં કરાયેલા એક સર્વે અનુસાર ૩૭ ટકા લોકોએ માન્યું કે આઈસીયૂ બેડ માટે તેઓને કોન્ટેકટનો ઉપયોગ કરવો પડ્યો છે. આ સર્વેમાં લગભગ ૧૭ હજાર લોકોને પૂછવામાં આવ્યું હતું. ૭ ટકાએ કહ્યું કે આઈસીયૂ બેડ માટે લાગવગની જરૂર પડી હતી. ૭ ટકાએ કહ્યું કે આઈસીયૂમાં બેડ માટે લાંચ આપી હતી. આ સર્વેમાં ૪ ટકા લોકોનું કહેવું છે કે તેમને સરળતાથી આ બેડ મળી ગયો હતો.

કેટલાક લોકોએ કહ્યું કે તેઓને બેડ મેળવવા માટે સોશ્યલ મીડિયાની મદદ લેવી પડી હતી. ૯૨ ટકા લોકોનું માનવું છે કે આઈસીયૂમાં બેડની સંખ્યા વધારવી જોઈએ. કેટલાકે કહ્યું કે દિલ્હી સરકારના એપ દિલ્હી કોરોના પર તો આઈસીયૂમાં બેડ બતાવે છે પણ હોસ્પિટલ જઈએ તો બેડ મળતો નથી. દિલ્હી સરકારનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજયમાં ૫૦૦ બેડ વધારાયા છે.

(10:28 am IST)