Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

દર મહિને ૧૦૦ કરોડનો ચૂનો લગાવી રહ્યા છે સાઇબર અપરાધીઓ

સાઇબર ફ્રોડમાં અમેરિકા, બ્રિટન પછી ભારતનો ક્રમ : તાજેતરમાં સાઇબર છેતરપીંડીના કેસ પાંચ ગણા વધ્યા : ચાલુ વર્ષે ૧૨૦૦ થી ૧૩૦૦ કરોડના નુકસાનનું અનુમાનઃ ૪૧ ટકા યુવા અને ૨૨ ટકા વડિલોએ અનુભવ્યું નુકસાન : ફરિયાદો નોંધાય છે તેના કરતા સંકટ ઘણુ મોટું હોવાનો નિર્દેશ

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના કાળમાં વધતા ડિજીટલ લેવડદેવડની સાથે ઓનલાઇન છેતરપીંડી મોટી ચિંતાનો વિષય બની બહાર આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેને પડકાર ગણાવી લોકોને સાવધ રહેવા કહ્યું છે. ડોભાલના જણાવ્યા પ્રમાણે સાઇબર છેતરપીંડીના કેસ પાંચ ગણા વધ્યા છે તો વિશ્વ વ્યાપી રિપોર્ટ જણાવે છે કે ખરીદી અને લેવડદેવડ વધવાથી ગ્રાહકોને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાનો ચુનો લાગી રહ્યું છે. ૨૦૧૯-૨૦માં ગ્રાહકોને ૬૯૦ કરોડનું ચુનો લાગ્યો હતો પરંતુ આ વર્ષે તે ૧૨૦૦ થી ૧૩૦૦ કરોડ થાય તેવી શકયતા છે. પેમેન્ટ એપ થકી લેવડદેવડ ૪૧ ટકા વધી છે પરંતુ છેતરપીંડીના કેસ ૫૪ ટકા વધ્યા છે. સાઇબર ગુન્હેગારોના નિશાના પર સોશ્યલ મીડિયા પેમેન્ટ એપ તથા ઇ-કોમર્શ સાઇટો છે.

મળતા અહેવાલો મુજબ સાઇબર ફ્રોડના મામલામાં ૨૦ ટકા જોખમવાળા દેશોની વચ્ચે અમેરિકા અને બ્રીટન બાદ ભારત ત્રીજા ક્રમે છે. આ ત્રણેય દેશોને ૨૦૧૯-૨૦માં સાઇબર છેતરપીંડીથી અબજો ડોલરનું નુકસાન થયું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮માં સાઇબર ફ્રોડના ૨૭૨૪૮ કેસ નોંધાયા. જ્યારે અન્ય પોર્ટલના જણાવ્યા પ્રમાણે ૩૩૧૩૨ ફરિયાદો નોંધવામાં આવી હતી.

એક સર્વે અનુસાર ૪૧ ટકા યુવા સાયબર છેતરપીંડીનો ભોગ બને છે જ્યારે ૨૨ ટકા વડિલો તેનો ભોગ બન્યા છે.

એક સર્વે અનુસાર ભારતમાં સાઇબર છેતરપીંડી નોંધાયેલી ફરિયાદ કરતા ઘણી વધુ હોય છે. એક સર્વે અનુસાર ૨૦૧૯માં દેશમાં ૧૩.૧૨ કરોડ લોકો કોઇને કોઇ રીતે છેતરપીંડીનો શિકાર બન્યા હતા. જેમાંથી ૬૩ ટકાને આર્થિક નુકસાન વેઠવું પડયું હતું. ૬૬ ટકા ભારતીયનું કહેવું છે કે, તેઓ કોઇને કોઇ સાઇબર ફ્રોડનો શિકાર બન્યા છે.

(10:25 am IST)
  • મલાલા : નોબલ શાંતિ પારીતોષીક વિજેતા મલાલા યુસુફજઇ કહે છે કોરોના મહામારી પૂર્ણ થયા પછી ૨ કરોડ દિકરીઓ સ્કુલોમાં ફરી ભણવા માટે નહિ જાય. મહામારીએ આપણા સામુહીક ધ્યેયને મોટી લપડાક મારી છે. ૨૦૧૫ જે સતત વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવાનું અપનાવાયેલ તેમાં ખુબ ઓછુ કામ થયું છે. access_time 3:05 pm IST

  • સુશાંત-રિયા ડ્રગ્સની સપ્લાયનું કનેકશન પાકિસ્તાન સુધી નીકળ્યું છે : NCB : ડ્રગ્સના દૂષણમાં બોલીવુડની ભૂતકાળ અને વર્તમાનની અનેક ખ્યાતનામ હસ્તીઓનાં નામની સંડોવણીની પણ શકયતા access_time 3:53 pm IST

  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST