Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

એમએસએમઇ અને સ્ટાર્ટઅપને એમના સ્વયંના અંતરિક્ષ મિશન માટે સશકત કરશે ઇસરો

ઇસરો પ્રમુખ કે. સિવનએ કહ્યું છે કે એમએસએમઇ અને સ્ટાર્ટઅપને અમના સ્વયંના અંતરિક્ષ મિશન માટે ઇસરો સશકત કરશે. એમણે કહ્યું કે નવી શોધ, અનુસંધાન અને ઉત્પાદન વિકાસમાં એમને મદદ કરવાના ઉદેશ્યથી એક નવો કાર્યક્રમ કામ કરી રહ્યો છે. સિવનએ કહ્યું ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટેનીતિયો બનાવાઇ રહી છે.

(11:36 pm IST)
  • સ્ટેમ્પ ડયુટી-દસ્તાવેજ મુલ્યાંકન માટે પુન : ધમધમાટઃ ગ્રામ્ય લેવલે હાલ રપ૦૦ તો સીટી-૧માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ને ફટકારાતી નોટીસઃ ૬ મહિનામાં ૭૦ લાખની વસુલાત :સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર પુજા જોટાણીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાને કારણે ઠપ્પ થયેલ સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન કામગીરીનો ફરી ધમધમાટ શરૂ કરાયો છેઃ જસદણમાં કામગીરી નીલ કરી દેવાઇ છેઃ ગોંડલ-ધોરાજીમાં કામગીરી ચાલુઃ શ્રી પૂજા જોટાણીયા પાસે ગ્રામ્ય લેવલ (વિભાગ-૧)માં રપ૦૦ તો રાજકોટ સીટી-૧ માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ આસામીઓને ફટકારાતી નોટીસોઃ માત્ર ૬ મહિનામાં ૭૦ લાખથી વધુની વસુલાત access_time 3:04 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST

  • ચીનમાં માનવ અધિકારની ઐસી કઈ તૈસી : જિનપીંગને જોકર કહેનાર રિયલ એસ્ટેટના માંધાતાને અઢાર વર્ષની જેલ સજા :ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 'શી જોકર' અને શી જિનપિંગે લીધેલા કોરોના સામેના પગલાઓની આકરી ઝાટકણી કાઢનાર, ચીનના રિયલ એસ્ટેટના બાદશાહ ગણાતા રેન શીકવીઆંગને અઢાર વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો મુકવામાં આવ્યા હતા. access_time 3:54 pm IST