Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

એર ઈન્ડિયાનું વિમાન તોફાનની ઝપટમાં આવી જતા પ્લેનને નુકસાન: અફરાતફરી : એક ક્રૂ મેમ્બરને ઇજા

દિલ્હીથી ઉડાન ભરી વિમાન વિજયવાડા જઈ રહ્યુ હતુ.

દિલ્હીથી વિજયવાડા જઈ રહેલા એર ઈન્ડિયાના એઆઈ-767 વિમાનને તોફાનનો સામનો કરવો પડ્યો. વિમાન તોફાનની ઝપટમાં આવી જતા હવામાં ઉડી રહેલા એર ઈન્ડિયાના વિમાનને નુકશાન થયુ. વિમાનમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ.

જોકે, આ ઘટનામાં એક ક્રુ મેમ્બરને સામાન્ય ઈજા થઈ છે. એર ઈન્ડિયાના વિમાન દિલ્હીથી ઉડાન ભરી હતી. અને આ વિમાન વિજયવાડા જઈ રહ્યુ હતુ. ઘટના અંગેની જાણ થયા બાદ એર ઈન્ડિયાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે

(9:34 pm IST)